કોરોના ઇફેક્ટ ઃ દિવાળી નજીક હોવા છતાં પણ આ વખતે બજારમાં મંદિથી વેપારીઓ પરેશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-02 12:18:06
  • Views : 401
  • Modified Date : 2020-11-02 12:18:06

લોકડાઉનના સમયગાળામાં તમામના વેપાર-ધંધા ઠપ થઈ ગયા છે ત્યારે આ વર્ષે દિવાળીના પ્રસંગો પણ બજારમાં ગરાગી ઓછી જોવા મળી રહી છે જેનાથી આ વખતે લોકોની દિવાળી નિરસતા રહેશે તેઓ વેપારીઓ જણાવી રહ્યા છે. બજારમાં ગયા વર્ષની સરખામણીમાં જો ૫૦ ટકા જેટલો વેપાર ધંધો થાય તો પણ વેપારીઓ ખુશ રહે છે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. દર વર્ષે દિવાળીના ૧૫ દિવસ અગાઉથી જ બજારોમાં
ગ્રાહકોની ભીડ જામતી હોય છે. આ ઉપરાંત હાલમાં હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના બજારો પણ ધમધમી હોય છે.
પરંતુ આ કોરોનાના સમયગાળામાં નહિવત જોવા મળી રહી છે વેપારીઓનું માનવું છે કે દર વર્ષની સરખામણીમાં આ વર્ષે ૫૦% બિઝનેસ થાય તો પણ સારું છે જોકે એ પણ ન થાય તેવી શક્યતાઓ વેપારીઓ દર્શાવી રહ્યા છે.
લોકડાઉનમાં મધ્યમ અને ગરીબ વર્ગને વધુ પડતો ફટકો
પડયો હોય તેથી વેપારીઓને ભારે નુકસાનીનો સામનો કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. દિવાળીના સમયે કપડાંથી માંડી શુભમ સુશોભનની વસ્તુઓમાં ખરીદીનો ક્રેઝ હોય છે પરંતુ આ વખતે પણ કાપડ બજારમાં ખૂબ મોટા પાયે મંદી જોવા મળી રહી છે.
જોવા જઈએ તો વાહન બજારોમાં પણ થોડે અંશે કહી શકાય તેવી અસર જોવા મળી હતી પરંતુ જેવું લોકડાઉન હટાવી દેતા શહેરના રસ્તાઓ પર નંબર પ્લેટ વગરની નવી નક્કોર કારો દોડતી જોવા મળી રહી હતી. ત્યારે દશેરા રક્ષાબંધન નવરાત્રીમાં પણ મોટાભાગે વાહનોની ખરીદી થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે લોકડાઉનથી અમુક
 વેપાર-ધંધાને જ ફરક પડ્યો છે હાલમાં હોટલ રેસ્ટોરન્ટ
ખાણીપીણી બજાર ધમધમી રહ્યા છે.જેમાં હાલ તો ગરાકી ઓછી જોવા મળી રહી છે પરંતુ
વેપારીઓને આશા છે કે આગામી બે-ત્રણ દિવસમાં ઘરાકી વધે તેવી શક્યતાઓ પણ વેપારીઓ કઈ રહ્યા છે.

Download Our B K News Today App



Related News