થરા માર્કેટ યાર્ડ દ્વારા ટી.ડી.એસ.ના વિરોધમાં વેપારીઓની હડતાલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-04 11:44:05
  • Views : 502
  • Modified Date : 2019-09-04 11:44:05

સરકાર દ્વારા લેવાય એક કરોડની રોકડ રકમ પર ૨ ટકા ટી.ડી.એસ. કપાતના વિરોધમાં બનાસકાંઠા જિલ્લાના તમામ માર્કેટયાર્ડ બંધમાં જોડાય હતા.જેને લઈ કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં આવેલ માર્કેટ યાર્ડના  વેપારીઓ પણ બંધમાં જોડાયા હતા અને સરકારના નિણર્યનો વિરોધ કર્યો હતો.
થરાદ, લાખણી, દિયોદર, ભાભર, ધાનેરા સહિતના મોટા મોટા માર્કેટ યાર્ડ  બંધ રહેશે. જેના લીધે થરા માર્કેટ યાર્ડ પણ અચોકકસ મુદતની હડતાલ પર ઉતાર્યા છે.  બંધમાં ટેકો જાહેર કર્યો હતો સરકાર દ્વારા યોગ્ય નિણર્ય લેવામાં નહીં આવે આ બાબતે ત્યાં સુધી સરકારના નિણર્યનો વિરોધ કરશું તેવું વહેપારીઓએ જણાવ્યું હતું અને એસોસિએશનના પ્રમુખે અમુક  દુકાનો ચાલુ હતી. જે બંધ કરવા માટે જણાવ્યું હતું . જ્યાં સુધી ટી.ડી.એસ.બે ટકાથી ઓછું નહીં થાય ત્યાં સુધી અચોક્કસ હડતાલ રહેશે. 
આ બાબતે થરા માર્કેટયાર્ડના વેપારી એસોસિએશનના ઉપ-પ્રમુખ ઠક્કર પ્રવિણભાઈએ  જણાવ્યું હતું કે સરકાર દ્વારા લેવાયે એક કરોડથી વધારે નાણાં ના
ઉપાડવા પર ૨ ટકા ટી.ડી.એસ.કપાત કરવામાં આવશે જેના પગલે વહેપારીઓ અને ખેડૂતોને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. એક ટકા
વેપારીઓને કમિશન મળે છે જેના સામે બે ટકા કપાત ટી.ડી.એસ. કરવામાં આવે એ નિણર્ય યોગ્ય ના હોઇ ઉત્તર ગુજરાતના મોટા મોટા માર્કેટયાર્ડના વેપારી એસોસિએશન ને ટેકો આપી હડતાલમાં સાથે ટેકો આપીએ છીએ અને  સરકાર નિણર્યનો વિરોધ કરી એ છીએ.

Download Our B K News Today App



Related News