ધાનેરાના વેપારીઓએ સંપૂર્ણ બંધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-23 10:56:51
  • Views : 556
  • Modified Date : 2019-06-23 10:56:51

લાખની તાલુકાના કુંડા ગામે થયેલ હત્યાના પગલે સમગ્ર ઉત્તર ગુજરાતમાં વસતા ચૌધરી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ત્યારે ચૌધરી સમાજના લોકોએ આપેલા બંધના એલાનને લઇને ધાનેરાના તમામ વર્ગના વેપારીઓએ
પોતાની જાતે જ પોતાના વેપાર ધંધા બંધ રાખ્યા હતા અને ચૌધરી સમાજના આગેવાનોએ ધાનેરા મામલતદારને  વિજયભાઈ રૂપાણીને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવેલ કે હત્યાના આરોપીઓને ઝડપી પકડી લેવા તેમજ પોલીસે તપાસ કર્યા વગર આપેલ નિવેદન બાબતે ડી.વાય.એસ.પી.ની પણ
તપાસ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
પોલીસે તપાસ કરયા વગર મીડિયાને આપેલ જવાબમાં
પિતાને કોના કહેવાથી હત્યારો બતાવ્યો અને તેમાં ડી.વાય.એસ.પી.ની શુ ભૂમિકા છે તે બાબતે તપાસ કરવા માટે ખાસ જણાવ્યું હતું. પાળ્યો


Download Our B K News Today App



Related News