થરાદ વિસ્તારમાંથી દાડમની હોલસેલ ખરીદી કરી બહાર ઈમ્પોર્ટ કરતા ડીસાના દાડમના વેપારીની લાશ કેનાલમાંથી મળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-23 11:36:16
  • Views : 7530
  • Modified Date : 2020-12-23 11:36:16

થરાદ  પાસેની મુખ્ય નર્મદા કેનાલમાં દાડમના વેપારીની હત્યા કરી  હાથ બાંધી  મૃતદેહને કેનાલમા ફેંકી દીધેલ હાલતમાં લાશ મળી આવતા પથકમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજાે લઈ તપાસ હાથ ધરી છે.
ડીસા ખાતે દાડમનો ધધો કરતા સંતોષકુમાર ઉર્ફે સંજયભાઈ દેવનમલ માળી સોમવારે દિયોદર તાલુકામાં દાડમ ખરીદવા માટે પોતાની ગાડી લઈને ગયા હતા. પરંતુ મોડી રાત સુધી પાછા ન આવતા પરિવારજનોએ સગા સંબંધીઓને તથા દાડમ વેચનાર વેપારીઓને  ત્યાં ફોન કરી
તપાસ કરવામાં આવી હતી.
પરંતુ કોઈ વાવડ નહીં મળેલ.  દરમ્યાન મંગળવારે સવારે થરાદ -  ઢીમાં પુલ પાસે
પસાર થતી નર્મદા કેનાલમાં કોઈ અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ કેનાલમાં તરતો હતો. જેથી  સ્થાનિક લોકોએ થરાદ પોલીસને જાણ કરતા થરાદ પોલીસ  ઘટના સ્થળે પહોંચી તરવૈયાને બોલાવી મૃતદેહને બહાર કઢયો હતો.  જ્યારે  મૃતદેહના ગળે દોરડું બાંધી ટૂંપો આપેલ હતો તથા હાથ પણ દોરડા વડે બાંધેલ હતા. તેના પરથી પોલીસ હત્યા થઈ હોવાનું માની મૃતદેહને પી.એમ. કરવા માટે થરાદ રેફરલ
હોસ્પિટલમાં ખસેડ્યો હતો.  જ્યારે મૃતકના પરિવારજનોને પોલીસે જાણ કરી હતી. જેના પગલે પરિવારજનો થરાદ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
જ્યારે મૃતકના  સગાભાઈએ  થરાદ
પોલીસને ફરિયાદ આપી હતી. આ અંગે મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે  મારો ભાઈ સંજય દાડમનો હોલસેલ વેપારી  હતો. તે થરાદમાં દાડમનો પાક વધુ  થવાથી તે અવારનવાર થરાદ આવતો અને દાડમ ખરીદી ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતો હતો.
પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી રહી છે.

Download Our B K News Today App



Related News