દાડમ ખરીદી માટેના રૂપિયા જાેઈએ દાનત બગડી હતી ડીસાના દાડમના વેપારીના હત્યારા ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-26 11:28:06
  • Views : 8284
  • Modified Date : 2020-12-26 11:28:06

બનાસકાંઠામાં ચાર દિવસ અગાઉ એક ફ્રૂટના વેપારીને લૂંટી લઈ તેની હત્યા કર્યા બાદ હાથ બાંધી લાશને કેનાલમાં ફેંકી દીધી હોવાનો અનેે ડિટેકટ  ગુનાનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. જેમાં જીવણટભરી તપાસ કરતા
વેપારીએ જ વેપારીની હત્યા કરી હોવાનું બહાર આવતાં થરાદ
પોલીસે લૂંટ કરાયેલી રકમ, સ્વીફ્ટ કાર સહિત બે
આરોપીઓને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં થી ચાર દિવસ અગાઉ એક અજાણ્યા યુવકની હાથ બાંધેલી હાલતમાં તરતી લાશ મળી આવી હતી. તે સમયે પોલીસે આ લાશને બહાર કાઢી પીએમ અર્થે ખસેડી હતી. તપાસ કરતા આ મૃતક ડીસાનો રહેવાસી અને ફ્રુટનો વેપારી હોવાનું બહાર આવ્યું હતું. તેમજ આ મૃતક યુવક સંજયભાઈ માળી ઘરેથી સ્વીફ્ટ કારમાં ૪૧ લાખ રૂપિયા લઈને દાડમની ખરીદી અર્થે દિયોદર ગયો હતો. અને બાદમાં મોડી રાતથી તેનો સંપર્ક બંધ થઈ ગયા બાદ બીજા દિવસે તેની કેનાલમાંથી લાશ મળી આવી હતી.  તેમજ રૂપિયા અને કાર પણ ગાયબ હતી. જેમાં કાર રાધનપુર પાસેથી બિનવારસી મળી આવી હતી. આ મામલે
પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. થરાદના એએસપી
પૂજા યાદવે અલગ -અલગ ૪ ટીમો બનાવી ઝીણવટભરી
તપાસ કરતાં આ અનડિટેક્ટ ગુનાને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી લીધો છે. જેમાં રમેશ ચૌધરી નામના
વેપારી  અને છેલ્લા બે વર્ષથી મૃતક સંજય માળી સાથે ભાગીદારીમાં દાડમની લે -વેચ કરતા હતા. તેમજ છેલ્લા બે વર્ષથી એકબીજાના પરિચયમાં હોવાના કારણે રમેશ ચૌધરીને સંજય માળીની તમામ માહિતી ખબર હતી. જેથી નાણાંની લાલચમાં આવી રમેશ ચૌધરીએ તેના સાગરીત કિરણ ઠાકોર સાથે મળી તેની હત્યાનો પ્લાન ઘડ્યો હતો. બાદમાં ખરીદી કરવા આવેલા સંજય માળીને વિશ્વાસમાં લઇ  દોરડા વડે  ગળે ટૂંપો આપી હત્યા કરી હાથ બાંધી લાશને કેનાલમાં ફેંકી દીધી હતી. અને રોકડ ભરેલા થેલાની લૂંટ કરી કાર લઈ બંને હત્યારો રાધનપુર તરફ નાસી ગયા હતા. પોલીસે રાધનપુર પાસેથી  બિનવારસી હાલતમાં મળી આવેલી કાર પર ના ફિંગર પ્રિન્ટ અને એફએસએલ દ્વારા તપાસ કરાવી  તેમજ તે જગ્યા ની
આજુબાજુમાં સીસીટીવી ફૂટેજ મેળવી સીડીઆર મારફતે ફોન કોલ્સ ની તપાસ કરી હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી સમગ્ર ગુનાનો  ભેદ ઉકેલ્યો છે.  આ ગુનામાં સંડોવાયેલા રમેશ ચૌધરી અને કિરણ ઠાકોરની અટકાયત કરી છે તેમજ આ બંને આરોપીઓએ ખેતરમાં દાટી દીધેલાં નાણાંનો થેલા સાથે રૂ. ૬,૯૩,૩૦૦/-પણ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News