બારડ પુરા વિસ્તારમાં ગટર લાઈનો ભરાઇ જવાથી વેપારીઓ ત્રસ્ત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-06 17:04:36
  • Views : 397
  • Modified Date : 2020-06-06 17:04:36

પાલનપુરના બારડપુરા વિસ્તાર નાળાઓની સફાઈ ન થવાના કારણે દર વર્ષે ચોમાસામાં દુકાનો અને ઘરોમાં પાણી ભરાઇ જવાની સમસ્યાનો સામનો વેપારીઓ કરે છે જેને લઇ આ વિસ્તારનાં વેપારીઓ અને રહીશો દ્વારા નાળાઓની સફાઈ કરવા માટે પાલિકા સમક્ષ માંગ કરી છે.પાલનપુર બારડપુરા વિસ્તારમાં મોટું નાળુ આવેલું છે આ નાળાઓની સફાઈ ન થતી હોવાના કારણે આ વિસ્તારમાં વરસાદની સિઝનમાં રહેણાક વિસ્તારમાં તેમજ બજારમાં પાણી ભરાઈ જવાના કારણે લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડે છે જેને લઇ વરસાદ પહેલા આ વિસ્તારના નાળાઓની સફાઈ કરવામાં આવે તો વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થઈ શકે છે આ અંગે આ વિસ્તારના વેપારીઓ અને રહીશોએ પાલિકાના મુખ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી છે

Download Our B K News Today App



Related News