Surat Crime Branchએ જપ્ત કરેલા વાહનોમાં આગ લાગી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-10-22 13:04:06
  • Views : 84
  • Modified Date : 2023-10-22 13:04:06

સુરત શહેરના ચોકબજાર વિસ્તારમાં આવેલ ક્રાઈમ બ્રાન્ચ ની ઓફિસમાં જપ્ત કરેલા વાહનોમાં કોઈક કારણસર આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. આગ બુઝાવવાના સ્થાનિક પોલીસકર્મીઓને પ્રયાસ સફળ ન રહેતા બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી.સુરત મહાનગરપાલિકાના અગ્નિશામક દળના લાશ્કરોએ ઘટના સ્થળે દોડી આવી આગ પર પાણીનો મારો ચલાવી સ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો.ક્રાઈમ બ્રાન્ચ પ્રિમાઇસિસમાં આગની આ ઘટનામાં મોટી સંખ્યામાં વાહનો આગને ઝપેટમાં આવી ગયા હતા. આગની ઘટનામાં 13 બાઈક અને એક કાર સહિત 14 વાહનો સળગી ગયા હતા. આ વાહનો પોલીસે કાયદેસરની કાર્યવાહી દરમિયાન સીઝ કર્યા હતા. સૂત્રો અનુસાર ચોક બજાર ખાતે આવેલી સુરત ક્રાઈમબ્રાન્ચની ઓફિસમાં પોલીસ દ્વારા અલગ અલગ ગુનાના કામે જપ્ત કરવામાં આવેલા વાહનોમાં કોઈક કારણસર રત્ન સમયે આગ લાગવાની ઘટના બની હતી.વાહનોમાં અચાનક આગ ભભૂકી ઉઠતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આગની ઘટના બાદ પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ 14 જેટલા નાના-મોટા વાહનોમાં લાગેલી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસકર્મીઓ અને સ્થાનિકોની સ્થિતિ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ અસફળ રહ્યો હતો.ઘટનાની જાણ મહાનગર પાલિકાના ફાયર બ્રિગેડને કરવાની ફરજ પડી હતી. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવી હતી. લાશ્કરોએ આગ ઉપર પાણીનો મારો ચલાવી વાહનોમાં લાગેલી આગ પર કાબુ મેળવી લીધો હતો. આ ઘટનામાં પોલીસે જપ્ત કરેલી 13 બાઈક અને 1 કાર બળીને ખાખ થઈ ગયા હતા. સદનસીબે આગની આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ નોંધાવા પામી નથી.આગની બીજી એક ઘટનાએ પણ દોડધામ મચાવી હતી. ઉમરા ખાતે પાલિકાના પાર્ટી પ્લોટમાં ફૂડ ફેસ્ટિવલમાં શુક્રવારે મોડી રાતે એક સ્ટોલમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા ચિંતાજનક સ્થિતિ સર્જાઈ હતી. ફાયરબ્રિગેડે ઘટના સ્થળે સમયસર પહોંચી જઇ આગ પર કાબુ મેળવી લીધો હતો. ઓવનમાં ઓવર હિટિંગ કારણે શોર્ટસર્કિટ થતા આગ લાગી હતી.

Download Our B K News Today App



Related News