બીપરજોય વાવાઝોડા બાદ શાકભાજીના ભાવમાં ભડકો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-23 17:25:51
  • Views : 106
  • Modified Date : 2023-06-23 17:25:51


બીપરજોય વાવાઝોડા
 જે વાવાઝોડાએ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે તારાજી સર્જી છે. લોકોના વેપાર ધંધા અને મકાનોને પારાવાર નુકસાન પહોંચ્યુ છે. જન જીવન પ્રભાવિત ભારે પ્રભાવિત થયુ છે.વાવાઝોડું શમી ગયા બાદ પરિસ્થિતી હવે ધીમે ધીમે થાળે પડી રહી છે પરંતુ હજુ પણ તેની અસર યથાવત છે. આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કેમ કે વાવાઝોડાના કારણે લોકોના રોજિંદા ઉપયોગમાં લેવાતા શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો છે. જે ભાવ વધતા ફરી એકવાર લોકોનું બજેટ ખોરવાયું.ચોમાસુ શરૂ થતાની સાથે જ બજારમાં સિઝનબલ શાકભાજીની શરૂઆત થઈ જતી હોય છે. પરંતુ આ વખતે બીપરજોય વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઘણી તારાજી સર્જાઈ. જ્યાં મકાનોને, દુકાનોને ઓફિસોને નુકસાન થયા, લોકોના વેપાર ધંધાને ભારે અસર પડી. સૌથી વધુ નુકસાન જગતના તાત એવા ખેડૂતોને થયું. ભારે પવન અને ભારે વરસાદના કારણે લોકોનો ઉભો પાક ધોવાઈ ગયો. જેમા શાકભાજીનો પણ સમાવેશ થાય છે.વાવાઝોડાને કારણે શાકભાજીને નુકસાન થતા હાલ બજારમાં મળતા શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો છે કારણ કે બજારમાં શાકભાજીની માગ છે જેની સામે આવક ઘણી ઓછી છે. આવક ઓછી થતા ભાવ વધ્યા છે એક અંદાજ પ્રમાણે હોલસેલ બજારમાં 10 થી 15 ટકા જેટલો ભાવ વધારો નોંધાયો છે. જ્યારે રિટેલ બજારમાં 20 થી 25 ટકા જેટલો ભાવ વધારો નોંધાયો છે.ભાવ વધારો સીધી રીતે લોકોના બજેટ પર અસર કરી રહ્યો છે. શાકભાજી ખરીદી કરવા આવનાર લોકોમાં કેટલાક લોકો ઓછી ખરીદી કરી રહ્યા છે. કેટલાક લોકો શાકભાજી રોજીંદી જરૂરિયાત હોવાના કારણે વધુ ભાવ હોવા છતાં પણ ખરીદી કરી રહ્યા છે.હોલસેલ બજારમાં આમ તો વધુ કોઈ ફરક નથી નોંધાયો. જોકે ટામેટાં, કોથમીર, આદુના ભાવમાં વધારો છે થયો છે. એક અંદાજ પ્રમાણે જમાલપુર APMC ખાતે હોલસેલ ભાવમાં 15 ટકા જેટલો ભાવ વધારો નોંધાયો છે. જેનું કારણ વાવાઝોડાના કારણે માલની આવક ઘટવાનું છે. APMC ના સેક્રેટરીના જણાવ્યા અનુસાર એક સપ્તાહમાં ભાવ પણ સરભર થઈ જશે. અને ફરી લોકોને નોર્મલ ભાવે શાકભાજી મળતા થશે.હાલ તો બજારમાં મોટા ભાગના શાકભાજી રૂટિન ભાવ પર મળી રહ્યા છે. જોકે હજુ એક સપ્તાહ કે 10 દિવસ સુધી અન્ય શાકભાજી કે જેમાં ભાવવધારો. છે તેમાં ઘટાડો થવાની રાહ લોકોએ જોવી પડશે. ત્યાં સુધી લોકોએ વધુ ભાવ વાળા શાકભાજી આરોગવા જ રહ્યા.

Download Our B K News Today App



Related News