બનાસકાંઠા જીલ્લામા વરસાદના પગલે શાકભાજીના ભાવોમાં વધારો નોંધાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-25 10:51:52
  • Views : 285
  • Modified Date : 2021-06-25 10:51:52

     ત્રણ દિવસ અગાઉ જિલ્લા સહિત રાજ્યમાં વરસાદ પડતાં શાકભાજીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. જ્યાં ગીલોડી, તુંરિયા, ટામેટા, ભીંડા,સહીત શાકભાજીમાં કિલોએ રૂ.10 નો વધારો જોવા મળ્યો હતો. જોકે, ડુંગળી - બટાકામાં કોઇ ભાવ વધારો થયો નથી. પરંતુ હવે આગામી સમયમાં ભાવ વધવાની શકયતાઓ હોવાનું વેપારીઓએ જણાવ્યું હતુ. 
     
   બનાસકાંઠા
જિલ્લા સહિત રાજ્યમાં ભારે વરસાદ પડતાં શાકભાજીની આવક ઘટતાં ભાવમાં ઉછાળો આવ્યો હતો. જેને લઇ પાલનપુરની બજારોમાં પણ શાકભાજીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. પહેલા ગિલોડી, તુંરિયા, ટામેટા, ભીંડા, સિમલા મરચા, કોબીજ, ફુલાવર અને ગવારમાં કિલોએ રૂ.10 નો વધારો જોવા મળ્યો હતો... બાબતે હોલસેલના વેપારી રોનક પઢીયારે જણાવ્યું હતું કે પાલનપુરમાં ટામેટા અને ફુલાવર બેંગલોર તેમજ નાસિક સહિતના અન્ય વિસ્તારમાંથી શાકભાજી આવે છે. ત્યારે વિસ્તારોમાં ભારે વરસાદ પડતાં શાકભાજીની આવકમાં ઘટાડો થતાં શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છેજોકે, ડુંગળી - બટાકામાં કોઇ ભાવ વધારો થયો નથી. પરંતુ હવે આગામી સમયમાં ભાવ વધવાની શકયતાઓ હોવાનું વેપારીઓએ જણાવ્યું હતુ.

Download Our B K News Today App



Related News