વામૈયા ગામે શ્રી વીર ચામુંડા વહાણવટી માતાજીના મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-18 07:08:24
  • Views : 753
  • Modified Date : 2019-04-18 07:08:24

 શ્રી વીર ચામુંડા વહાણવટી માતાજીનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. શ્રી વામૈયા નાંદોત્રીયા રોહિત ચૌહાણ પરિવાર દ્વારા વામૈયા ગામે નવીન બનાવેલ શ્રી વીર ચામુંડા વહાણવટી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન સવારે  ભવ્ય શોભાયાત્રા, જલયાત્રા વામૈયા ગામમાં ફેરવવામાં આવી હતી. આ પ્રસંગે વામૈયા ગામના ગ્રામજનો તેમજ બહારથી આવેલ શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે ઉપસ્થિત ધર્મ ગુરૂ સાઘુ મનુભાઇ રામદાસબાપુ (ઘાનેરા),  મીઠાભાઇ કાનજીભાઇ ચૌહાણ (વામૈયા,) પ્રવિણભાઈ ગોવાભાઇ પરમાર (બોરસણ), માઘાભાઇ પરમાભાઇ ચૌહાણ (વામૈયા), રેવાભાઇ શંકરભાઈ ચૌહાણ, ડાહ્યાભાઈ રણછોડભાઈ ચૌહાણ, રેવાભાઇ ઇશ્વરભાઇ ચૌહાણ, તેમજ વામૈયા ગામના રોહિત ચૌહાણ સામાજના તમામ  ભાઇઓને આ પ્રસંગને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


Download Our B K News Today App



Related News