‘વીર બાલ દિવસ’ આપણને 10 શીખ ગુરુઓના યોગદાનની યાદ અપાવશેઃ મોદી

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-27 16:29:03
  • Views : 523
  • Modified Date : 2022-12-27 16:29:03

વડાપ્રધાન નરેન્દ્રમોદીએ વીર બાલ દિવસ નિમિત્તે મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, ‘વીર બાલ દિવસ’ આપણને યાદ કરાવશે કે દશ ગુરુઓનું યોગદાન શું છે, દેશના સ્વાભિમાન માટે શીખ પરંપરાનું બલિદાન શું છે!

‘વીર બાલ દિવસ’ આપણને કહેશે કે ભારત શું છે, ભારતની ઓળખ શું છે! હું પિતા દશમેશ ગુરુ ગોવિંદ સિંહ જી અને અન્ય તમામ ગુરુઓનાચરણોમાં ભક્તિભાવ સાથે નમન કરું છું. હું માતૃશક્તિનાપ્રતિક માતા ગુજરીનાચરણોમાં પણ શીશ ઝુકાવું છું.

પીએમ મોદીએ કહ્યું, હું વીર સાહિબ જાદાઓનાચરણોમાં નમન કરૂં છું અને તેમને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. હું તેને મારી સરકારનું સૌભાગ્ય માનું છું કે આજે તેને 26મી ડિસેમ્બરને ‘વીર બાલ દિવસ’ તરીકે જાહેર કરવાનો મોકો મળ્યો છે. વડા પ્રધાને કહ્યું, એક તરફ ધાર્મિક કટ્ટરતાથી આંધળી આટલી વિશાળ મુગલ સલ્તનત, બીજી તરફ, જ્ઞાન અને તપસ્યામાં તલ્લીન આપણા ગુરુ, ભારતના પ્રાચીન માનવીય મૂલ્યોને જીવવાની પરંપરા!” એક તરફ આતંકની પરાકાષ્ઠા અને બીજી તરફ આધ્યાત્મિકતાની પરાકાષ્ઠા! એક તરફ ધાર્મિક ઉન્માદ અને બીજી બાજુ દરેકમાં ઈશ્વરને જુએ એવી ઉદારતા. આ બધાની વચ્ચે એક બાજુ લાખોની ફોજ અને બીજી બાજુ ગુરુના બહાદુર સાહિબજાદે એકલા રહીને પણ નિર્ભય ઊભા હતા! આ બહાદુર સાહિબજાદે કોઈની ધમકીથી ડર્યા નહોતા, કોઈની આગળ ઝૂક્યા ન હતા.

વીર બાલ દિવસના અવસર પર પીએમ મોદીએ કહ્યું કે, જો આપણે ભવિષ્યમાં ભારતને સફળતાના શિખરો પર લઈ જવું હશે તો ભૂતકાળના સંકુચિત વિચારોથી મુક્ત થવું પડશે. તેથી, આઝાદીના ‘અમૃત કાળ’માં દેશે ‘ગુલામીની માનસિકતામાંથી આઝાદી’નો શ્વાસ લીધો છે.તેમણે કહ્યું, કલ્પના કરો એ યુગની. ઔરંગઝેબના આતંક સામે, ભારતને બદલવાની તેમની યોજનાઓ સામે, ગુરુ ગોવિંદ સિંહજી પર્વતની જેમ ઉભા હતા.

પરંતુ, જોરાવર સિંહ સાહબ અને ફતેહ સિંહ સાહબ જેવા નાના બાળકો સાથે ઔરંગઝેબ અને તેની સલ્તનતની શું દુશ્મની હોઈ શકે? બે માસૂમ બાળકોને જીવતા દિવાલમાંદાટવા જેવી ક્રૂરતા કેમ કરવામાં આવી? તે એટલા માટે કે ઔરંગઝેબ અને તેના લોકો તલવારના આધારે ગુરુ ગોવિંદ સિંહના બાળકોનો ધર્મ પરિવર્તન કરાવવા માંગતો હતો. પરંતુ, ભારતના તે પુત્રો, તે બહાદુર બાળકો, મૃત્યુથી પણ ડર્યા નહોતા. તેઓ દીવાલમાં જીવતા દટાઈ ગયા પરંતુ તેમણે તે સાથે જ આતંકવાદી યોજનાઓને પણ કાયમ માટે દફનાવી દીધી હતી

Download Our B K News Today App



Related News