ખારેડાથી દલસાપુરા જતો રસ્તા પર પાણી ભરાયા વિદ્યાર્થીઓને તકલીફ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-12 12:59:51
  • Views : 454
  • Modified Date : 2019-09-12 12:59:51

સરસ્વતી તાલુકાના ગ્રામીણ વિસ્તારોના ખેડૂત પરિવારો ખાસ કરીને ખેતર વિસ્તારમાં વસવાટ કરતાં થયા છે. તેમાં તેમના બાળકો અભ્યાસ અર્થે ગામની પ્રાથમિક શાળાઓમાં આવતા હોય છે. ત્યારે વરસાદી માહોલ વચ્ચે સીમ વિસ્તારમાં
પસાર થતા કાચા રસ્તાઓ કાદવ કિચડથી ઉભરાઇ રહ્યા છે. તેવા રસ્તાઓ ઉપર શાળાએ જતા બાળકોને મજબુરી વેઠવી પડે છે. તેમાં ખારેડાથી દલસાપુરા, આસેડા, નવા, ઉંટવાડા, મડાણા, સહિત સીમ વિસ્તારના બાળકોને ખારેડા પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવવા કાચા રસ્તાઓમાં વરસાદી પાણીમાં થઇને ચાલતા આવવું પડે છે. આથી બાળકોને મજબુરી વેઠવી પડી રહી છે.
આ બાબતે ખારેડા ગ્રામપંચાયતના સરપંચ કંચનજી ઠાકોરે જણાવ્યું હતું કે ગામથી સીમ વિસ્તાર અને બાજુના ગામો મડાણા (ગઢ) આસેડા ઉંટવાડા ગામને જોડતાં કાચા રસ્તા પાકા રોડ બનાવવાની સ્થાનિક ધારાસભ્ય તેમજ સરકારમાં લેખિત અપાયા બાદ ટાકપુરાથી વિરભણપુરા પુનડીયાપુરાથી ટોકરીયા મહાદેવ ઉંટવાડા સુધી રોડ મંજુર થયેલ છે. તેમાં ગામથી દલસાપુરા પરાગપુરા આસેડા વાયા ખારેડા મડાણા (ગઢ) રસ્તાની દરખાસ્ત થઇ ગઇ છે તેમ જણાવ્યું હતું.
આ અંગે દલસાપુરાના ધોરણ આઠના વિદ્યાર્થી ભરતજી દોલાજી ઠાકોરે જણાવ્યું હતું કે શાળાએ જવા માટે ખેતરેથી વહેલા નીકળવું પડે છે. વરસાદના કારણે કાચો રસ્તો પસાર કરવામાં ટાઈમ નીકળી જાય છે.

Download Our B K News Today App



Related News