ગાંધીનગરમાં પ્રથમવાર ભવ્ય વૈદિક હોળીનું આયોજન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-25 11:41:54
  • Views : 253
  • Modified Date : 2021-03-25 11:41:54

સ્વાસ્થ્ય પ્રદ જીવન પ્રણાલી માટે હજારો વર્ષો પહેલા ઋષિ-મુનિઓ દ્વારા વૈદિક હોળીની
પરંપરા શરૂ થઈ હતી. જયારે
પણ ઋતુ બદલાય ત્યારે
બેકટેરિયા-વાયરસ હાવી થતા હોય છે. પાનખર ઋતુ બાદ વસંત ઋતુની શરૂઆતમાં હોળી પર્વ ઉજવવામાં આવતો હોય છે. આ સમય દરમ્યાન હોળીકા દહન દ્વારા ઉર્જા મેળવી સામાન્ય જનસમુદાય સ્વાસ્થ્ય પ્રદ જીવન જીવી શકે તે માટે હોળી પર્વ ઉજવવાની ઋષિઓની પરંપરાને આગળ ધપાવવા માટે શિવશક્તિ મંદિર,સેક્ટર-૭ ખાતે ૩૦૦૦ કિં.ગ્રા. ગાયના છાણાંમાંથી નિર્મિત સ્ટિક વડે હોળી પર્વ ઉજાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ગાંધીનગરનું સેક્ટર-૭ શહેરનું હાર્દ છે. ગાંધીનગર શહેરના તદ્દન મધ્યમાં આવેલ સેક્ટર-૭ના શિવશક્તિ મંદિરના પટાંગણમાં આ વર્ષે આગામી તા. ૨૮/૦૩/૨૧ રવિવારના રોજ ગાંધીનગર જિલ્લામાં પ્રથમવાર વૈદિક પદ્ધતિ પ્રમાણે ભવ્ય રીતે હોળી પર્વ  ઊજવવામાં આવશે.આ વૈદિક હોળીમાં ૩૦૦૦ કિં.ગ્રા. (૩ ટન) ગાયના છાણાંમાંથી બનેલ સ્ટિક (કાષ્ટ) તેમજ ગાયના ઘી તથા કપૂરદ્વારા આ અદભૂત હોળી પર્વ ઉજવવામાં આવશે.  પ્રતિ વર્ષ હોળી પર્વ માટે શિવશક્તિ મંદિર,સેક્ટર-૭ ખાતે સવાસો મણ (૨૫૦૦ કિં.ગ્રા.) વૃક્ષોના કાષ્ટની જરૂર
પડે છે.આટલાં મોટા પ્રમાણમાં વૃક્ષોના કાષ્ટની જગ્યાએ ગૌવંશના છાણમાંથી નિર્મિત સ્ટિક (કાષ્ટ)ની હોળી કરવાથી વૃક્ષો પણ બચશે જે પર્યાવરણ માટે ફાયદાકારક છે. વૃક્ષના કાષ્ટ (લાકડાં) જ્યારે સળગે ત્યારે તેમાંથી કાર્બન ડાયોક્સાઈડ વાયુ ઉતપન્ન થાય પરંતુ ગૌવંશના છાણાંમાંથી બનેલ સ્ટિક (કાષ્ટ) ના દહનથી ઓક્સિજન ઉતપન્ન થાય છે. જેના કારણે પ્રાણ વાયુ (ઓક્સિજન) બચશે,વૃક્ષો બચશે,ગૌવંશની રક્ષા થશે તથા વૈદિક હોળી (યજ્ઞ) થકી
પર્યાવરણને ફાયદો થશે.આ હોળીમાં ગોપી ગૌ ગુરુકુળ, કાલાવડ સ્થિત ગૌશાળામાંથી સ્ટિક (કાષ્ટ) આવવાના છે. હોલિકા દહન માટે ઉપયોગમાં લેવાતા વૃક્ષોના કાષ્ટ કરતા છાણાંમાંથી નિર્માણ થતા કાષ્ટ ખૂબ જ મોંઘાં હોય છે પરંતુ આ તમામ ખર્ચ જીએમસીના ડેપ્યુટી મેયર  નાજાભાઈ  ઘાંઘર દ્વારા કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News