હારીજના અમરતપુરામાં પોલીસે સફળ રેડ કરી વિદેશી દારૂનો જથ્થો પકડ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-03 12:36:31
  • Views : 614
  • Modified Date : 2019-06-03 12:36:31

પાટણ જિલ્લાની હારીજ  પોલીસને ખાનગીરાહે મળતી બાતમી આધારે અમરતપુરા વિસ્તારમાં  ઠાકોર  જગદીશજી ઉર્ફે જગાજી મથુરજી,ઠાકોર મંગળજી કરણાજી સહિતના બંને વ્યક્તિઓ પાસેથી પોતાના કબજા ભોગવટાના ઘરમાંથી ગેરકાયદેસર પાસ પરમીટનો  દેશી તેમજ વિદેશી દારૂ રાખી વેચાણ કરતા હોવાની બાતમી મળી હતી.જે બાતમીથી પોલીસને વાકેફ કરવામાં આવતા ખોડાજી સોમાજી (હેડ. કોન્સ)નજીકના વિસ્તારમાંથી પંચના બે માણસો જુગાજી બાબુજી ઠાકોર તેમજ ભલાજી ખેંગારજી(રહે. પિપલાણા, તા. હારીજ)સાથે સવારના ૧૧ઃ૦૦ કલાકે પોલીસ સ્ટાફ તેમજ પંચના માણસો સાથે સરકારી વાહનમાં પોલીસ સ્ટેશનથી નીકળી અમરતપુરા ખાતે જગદીશજી ઉર્ફે જગાજી મથુરજી, ઠાકોર મંગળજી ઉર્ફે મંગાજી કરણાજીના ઘરે સફળ રેઇડ કરવામાં આવી હતી.જે રેઇડ દરમ્યાન ઘરમાંથી દેશી તેમજ વિદેશી દારૂનો જથ્થો મળી આવતા તે મુદામાલ સાથે આ શખ્સોને પોલીસ ગાડીમાં બેસાડીને જતા હતા તે દરમ્યાન ૧)ઠાકોર જગદીશજી ઉર્ફે જગાજી મથુરજી પોતાના હાથમાં તલવાર સાથે તેમજ ૨)ઠાકોર અમરસંગ ઉર્ફે કુમાર ફતેસંગના હાથમાં ધારિયું ૩)ઠાકોર મંગળજી ઉર્ફે મંગાજી કરણાજી તેમના હાથમાં લોખંડની ટોમી ૪) ઠાકોર વિરલબેન જગદીશજી મથુરજી ૫)ઠાકોર આશાબેન અમરસંગ ફતેસંગ ૬)ઠાકોર ઉષાબેન મથુરજી ૭)
ઠાકોર હંસાબેન મથુરજી ધીરાજી ૮)ઠાકોરક અરવિંદજી મથુરજી ૯)ઠાકોર રાજુજી મથુરજી ૧૦)ઠાકોર સંજયજી અરવિંદજી ૧૧)ઠાકોર લક્ષ્મીબેન મંગળજી કરણાજી ૧૨) ઠાકોર કવિતાબેન કરણાજી મથુરજી ૧૩) ઠાકોર રાજવીર મનુજી મથુરજી ૧૪) ઠાકોર પંકજજી ઉર્ફે પંકલ ટીનાજી ૧૫)ઠાકોર મહેશજી વિનાજી ૧૬)બારોટ ચેતનભાઇ જગદીશભાઇ ૧૭)ઠાકોર અનુજી કેશાજી ૧૮)ઠાકોર બાબુજી જેસુંગજી સહિતના અન્ય પંદરેક જેટલા વ્યક્તિઓ હાથમાં હથિયારો તેમજ પથ્થરો લઇને પોલીસ સ્ટેશન આવીને દારૂની રેઇડ કરેલ જે બાબત અંગે ઠાકોર જગદીશજી ઉર્ફે જગાજી મથુરજી,ઠાકોર મંગળજી ઉર્ફે મંગાજી કરણાજી કહેવા લાગેલ કે અમરતપુરા વિસ્તારમાં દારૂની રેઇડ કરવાની હિંમત કેમ કરી?તેમ કહી ધમકી આપતા તેમણે પોલીસના સરકારી વાહનો પર પથ્થરોથી હુમલો કરવામાં આવ્યો હતો.
આમ આ સમયે પોલીસ સ્ટાફના માણસોએ ટોળાને અંકુશમાં લેવા માટે તેમજ તેમાંના કેટલાંક લોકોને પરકડવા સારૂ પ્રયાસ કરવામાં આવતા તેઓએ ઉશ્કેરાઇ જઇને જગદીશજી ઉર્ફે જગાજી મથુરજી ઠાકોરે તેમના હાથમાં રહેલ તલવારથી જાનથી મારી નાખવાના પ્રયાસ સાથે હુમલો કરવા આવતા તેમા બચાવ કરવા જતા જમણા હાથે કોણીના ભાગે તલવારથી ઇજા થવા પામી હતી.આમ આ હુમલામાં પોલીસની સરકારી ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા હતા.જ્યારે આ હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હારીજ રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આમ પોલીસ સ્ટાફ ઉપર મારી નાખવાના ઇરાદે જીવલેણ હથિયારોથી હુમલો કરવામાં આવેલ.જેના વિરૂધ્ધમાં ઇ.પી.કો કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૦૭, ૩૩૨, ૩૫૩, ૩૩૭,૩૨૩,૩૨૪,૧૮૯,૫૦૪,૨૯૪(ખ),૫૦૬(૨),૪૨૭ તેમજ પબ્લીક પ્રોપર્ટી ડેમેજ એક્ટની કલમ ૩ તથા જી.પી એક્ટની કલમ ૧૩૫ મુજબ  આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા ફરીયાદ કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News