પાલનપુર એલ.સી.બી.એ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-05 12:20:19
  • Views : 812
  • Modified Date : 2019-09-05 12:20:19

રાજસ્થાનથી ગુજરાતમાં લાવવામાં આવતો ભારતીય
બનાવટનો વિદેશી દારૂ
અવાર-નવાર ઝડપાય છે અને આ દારૂનો પ્રશ્ન માથાના દુઃખાવા સમાન થયો છે.
ગુજરાતમાં દારૂ ઉપર પ્રતિબંધ હોવા છતા બુટલેગરો અવનવા કિમીયા અજમાવી દારૂ
ગુજરાતમાં ઘુસાડવા
આકાશ-પાતાળ એક કરે છે.
મોહનભાઈ ભીખાજી એ.એસ.આઈ. એલ.સી.બી. પાલનપુર વાળાની ફરિયાદના આધારે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી અમીરગઢ નજીક આવેલ અરવલ્લી સિમેન્ટ ફેક્ટરી આગળ વોચ ગોઠવતા રાજસ્થાન તરફથી આવતી ટ્રક જેનો નં જીજે૦૮જેડ૩પ૬૧ ને રોકાવી તલાશી લેતા ટ્રકમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટી નંગ - ૧૦ બોટલ નંગ ૪૮૦ જેની કિંમત રૂ.૪૮,૦૦૦/- અને ટ્રકની કિંમત રૂ.૧૦,૦૦૦/- એમ કુલ મળી ૧૦,૪૮,૦૦૦/- નો મુદ્દામાલ  કબજે કર્યો હતો. જ્યારે ત્રણ આરોપી પણ ઝડપાયા હતા. પાલનપુર એલ.સી.બી.એ કાયદેસરનો
ગુન્હો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.

Download Our B K News Today App



Related News