છાપી પોલીસે ઈનોવા ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-11 12:07:58
  • Views : 365
  • Modified Date : 2019-10-11 12:07:58

છાપી પોલીસ સ્ટેશનથી મળતી માહીતી મુજબ ગતરોજ સાંજના સમયે એક ઈનોવા ગાડીને પોલીસે ઉભી રાખવા ઈસારો કરતા આ ગાડીનો ડ્રાઈવર ગાડી લઈને પુર ઝડપે ભાગવા લાગ્યો હતો. ત્યારે છાપી પોલીસ પણ તેની પાછળ પાછળ પોલીસની ગાડી દોડાવી ફિલ્મી ઢબે પીછો કરી આ ગાડી વરસડા ગામ નજીક મૂકી ડ્રાઈવર ગાડી ભાગી ગયો હતો. ત્યારે પોલીસ પણ આ ગાડી પાસે પહોંચી તો ડ્રાઈવર અંધકારનો લાભ લઈ ગાડી મુકી નાસી છુટવામાં સફળ રહ્યો હતો. જ્યારે પોલીસે ગાડીની તલાશી લેતાં આ ઈનોવા ગાડી નં.જીજે-૧૬ બીઓ, ૩રરર માંથી ભારતીય બનાવટો, વિદેશી દારૂ બોટલ નંગ - ર૦૦ જેની કિંમત ૮૦ હજાર રૂપિયા તેમજ ગાડીની કિંમત સાત ૭ લાખ કુલ મળી ૭,૮૦,૦૦૦ હજાર (સાતલાખ એસી હજાર) મળી આવેલ છાપી પી.એસ.આઈ. આઈ.એચ એ ગાડી તેમજ મુદ્દામાલ જપ્ત કરી ગાડીના ફરાર ચાલક વિરૂધ્ધ વધુ તપાસ હાથ ધરી  હતી.

Download Our B K News Today App



Related News