ઉવરસાદ ડેન્ટલ કોલેજ પાસેથી ત્રણ રીક્ષાઓમાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-24 11:54:19
  • Views : 259
  • Modified Date : 2021-03-24 11:54:19

ઉવારસદ ડેન્ટલ કોલેજ
પાસે આવેલી નાગદેવ ચોકડી ખાતેથી ભારતીય બનાવટીની વિદેશી દારૂની બોટલો અડાલજ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી છે. ત્રણ અલગ-અલગ રીક્ષાઓમાંથી વિદેશી દારૂની બોટલો બાતમીના આધારે અડાલજ પોલીસે ઓપરેશન હાથ ધર્યું હતું.
પોલીસને બાતમીના આધારે પામોલ બાજુથી ત્રણ અલગ-અલગ સીએનજી રીક્ષાઓમાં પરબ પ્રાંતનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી અડાલજ તરફ જતો હતો. જેનું પાયલોટિંગ હોન્ડાઈની એક્સેન્ટ કાર જી.જે ૦૧ એચ.ટી ૪૧૮૯ કરી રહી હતી. પોલીસ કે જગ્યા ઉપર વોચમાં હતી. તે દરમિયાન તરફથી પાયલોટિંગ કરી રહેલી કાર નીકળતા તેને ઊભો રાખવાનો પ્રયત્ન કરેલો પરંતુ ગાડી ઉભી ન રહેતા પાછળથી આવતી રીક્ષાઓને ઉભી રાખતા રિક્ષામાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પહેલી રીક્ષા જી.જે ૦૧ ટીડી ૯૨૯૬નો ડ્રાઇવર રાહુલ પરેશભાઈ રાવળ જે ઝાલાપરા , અડાલજ ખાતે રહે છે. બીજી રીક્ષા જી.જે ૦૧ ડીવી ૫૬૮૮નો ડ્રાઇવર રવિ કિશન ભાઇ પરમાર જે સેટેલાઈટ અમદાવાદ ખાતે રહે છે. અને ત્રીજી રીક્ષા જી.જે ૧૮ બીયું ૦૫૨૭નો ડ્રાઇવર મનોજ જયંતીભાઈ પટેલ જે ચાંદલોડિયા અમદાવાદ ખાતે રહે છે. આ ત્રણે રીક્ષાઓમાં ગેરકાયદેસર અને વગર પાસ
પરમીટે ભારતીય પરપ્રાંતના વિદેશી દારૂની બોટલો કુલ નંગ ૧૫૦૨ નંગ માલ પોલીસે
ઝડપી પાડ્યો હતો. પોલીસે રિક્ષા, મોબાઇલ અને દારૂ મળીને કુલ રૂપિયા ૨,૭૧, ૨૪૮નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. રિક્ષાચાલક ચંદ્રેશ
પરમારને ઇંગ્લિશ દારૂ કોને આપવાનો હતો તે બાબતે
પૂછતાં મૌલિક બળદેવભાઈ
પરમારને આપવાનું કબુલ્યું હતું. જે રોહિતવાસ અડાલજ ખાતે રહે છે. જેના વિરોધમાં
પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News