ડીસામાં ત્રણ શખ્સોએ વિદ્યાર્થીનીઓને ડરાવતો વીડિયો વાઇરલ કરતા ચકચાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-16 12:04:41
  • Views : 444
  • Modified Date : 2019-10-16 12:04:41

વેપારી મથક ડીસાની કોલેજ પાસે વિદ્યાર્થીનીઓને ડરાવતા હોવાનો વીડિયો વાઇરલ થયા છે. લઘુમતી સમાજના ત્રણ છોકરાઓએ વીડિયો વાઇરલ થયાનું બહાર આવતા ચકચાર મચી હતી. વિશ્વ હિન્દુ પરિષદ વાલી મંડળ સહિત અનેક સંસ્થાઓ કોલેજમાં તથા પોલીસ મથકે પહોંચી આ અંગે રજુઆત કરી વિદ્યાર્થીનીઓના સુરક્ષા અંગે સવાલો કર્યા હતા.
ડીસામાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોએ માથું ઊંચક્યું છે. સોમવારે વેપારી મથક ડીસાના ડી.એન.પી.આટ્‌ર્સ એન્ડ કોમર્સ કોલેજ આગળ લઘુમતી સમાજના ત્રણ શખ્સો દ્રારા બે જેટલા વીડિયો બનાવી ને  વાઇરલ કર્યા  હતા. ત્રણ શખ્સો મોઢા પર વેંમ્પાયરનો કલર કરી છોકરીઓની છેડતી કરતા હોવાનો વીડિયો વાઇરલ કરતા શહેરમાં ચકચાર મચી હતી. જોકે  મંગળવારે ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. બનાવના પગલે મંગળવારે વિશ્વ હિન્દુ પરિષદ તથા કોલેજના વાલી મંડળ તત્કાલ ડીસા કોલેજના દોડી ગયા હતા અને કોલેજમાં ભણતી વિદ્યાર્થીનીઓના સલામતી અંગે સવાલોનો મારો ચલાવી આવેદનપત્ર પાઠવ્યું હતું. બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદ વાલી મંડળ સહિત તમામ લોકો ડીસા દક્ષિણ પોલીસ મથકે પહોંચી આવા શખ્સોને ઝડપી કાયદાનો પાઠ ભણાવવા ઉગ્ર રજુઆત કરી હતી.અને જો આગામી સમયમાં તેઓને ઝડપી લેવામાં નહિ આવે તો આગામી સમયમાં જે પરિણામ આવશે તે જવાબદારી પોલીસ વિભાગ તથા કોલેજ પ્રશાસનની રહેશે તેમ જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News