ડીસાના બોડાલ ગામે અજગરને જીવતો સળગાવવાનો વીડિયો વાયરલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-19 11:35:28
  • Views : 346
  • Modified Date : 2019-10-19 11:35:28

આજકાલ સોશિયલ મીડિયા અવનવા કિસ્સાઓ વાયરલ થતા ચર્ચાસ્પદ થતા હોય છે. ત્યારે આવો જ કિસ્સો ડીસા તાલુકાના બોડાલ ગામે બનતા જેમાં એક જીવતા અજગરને બે ઈસમો દ્વારા જીવતો સળગાવી દીધા બાદ તેનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઈરલ કરતા ચકચાર મચી જવા પામી છે.
આ અંગેની મળતી વિગતો અનુસાર ડીસા તાલુકાના બોડાલ ગામે પ્રાથમિક તપાસ અનુસાર આજથી પંદર દિવસ અગાઉ બે ઈસમો દ્વારા અજગરને જીવતો સળગાવી દેવાયો હતો. ત્યારબાદ આ બે ઈસમો દ્વારા તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કરતાં આ વિડીયોની વનવિભાગને જાણ થતા ડીસા તાલુકાના બોડાલ ગામે વનવિભાગની ટીમ આવી તપાસ શરૂ કરતાં સ્થળનું
પંચનામુ કરી અજગરની જીવતો સળગાવનાર ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને લઇ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે અને જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Download Our B K News Today App



Related News