વેડાના ઘરમાંથી ૭૪ હજારનો વિદેશી દારૂ ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-27 11:25:09
  • Views : 278
  • Modified Date : 2021-02-27 11:25:09

કલોલ પંથકમાંથી છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ જગ્યાએથી વિદેશી દારૂ મળી આવ્યો છે. ચૂંટણી સમયે રેલમછેલ થતી અટકાવવામા પોલીસ મહદઅંશે સફળ થતી જાેવા મળી રહી છે. ત્યારે કલોલના વેડામાં ઘરમાંથી વિદેશી દારૂની બોટલો અને ટીન મળી આવ્યા હતા. જ્યારે બુટલેગરો પોલીસ પકડથી દુર રહ્યા હતા.
મળતી માહિતી મુજબ કલોલ તાલુકા
પોલીસના નાક નીચે ગાંધીનગર એલસીબી ૨ની ટીમ દ્વારા બંધ મકાનમાથી રૂપિયા ૭૩૮૧૫નો અલગ અલગ બનાવટનો વિદેશી દારૂ ઝડપવામાં આવ્યો હતો. એલસીબી ૨ની ટીમને બાતમી મળી હતી કે, વેડામાં રહેતા મહેન્દ્રસિંહ હસમુખજી ઉર્ફે હસુજી ચાવડા અને વનરાજસિંહ વિક્રમસિંહ ચાવડા વિદેશી દારૂનુ વેચાણ કરે છે. ત્યારે પોલીસે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ૩૨૭ નંગ બોટલ અને ટીન મળી આવ્યા હતા. ઉલ્લેખનિય છેકે, કલોલ તાલુકા પોલીસના નાક નીચે દારૂનો વેપાર થતો હતો. પરંતુ તેના ધ્યાનમાં આવતુ ન હતુ. જ્યારે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વેપારને ઝડપી લેવાયો હતો.

Download Our B K News Today App



Related News