લાખણી માર્કેટયાર્ડમાં દાડમના વેચાણનો શુભારંભ કરાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-02 12:07:54
  • Views : 459
  • Modified Date : 2019-12-02 12:07:54

લાખણી માર્કેટયાર્ડ દ્વારા ખેડૂતોના હિત માટે દાડમના વેચાણનો પ્રારંભ કરાયા છે. આ વિસ્તારના ખેડૂતોને દાડમના
પોષણક્ષમ ભાવ મળી રહે તેના માટે ગતરોજ નાગરવન
બાપજીના અધ્યક્ષસ્થાને વેચાણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ઉપસ્થિત ખેડૂત આગેવાનોએ ખેડૂત હિતની વાત કરી હતી. માર્કેટયાર્ડના વેપારીઓ અને દાડમના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં માર્કેટયાર્ડના ચેરમેન બાબુભાઈ પાનકુટા, વાઇસ ચેરમેન તેજાભાઈ ભુરિયા, માર્કેટના ડિરેક્ટર બાબરાભાઈ પટેલ,
ટી.પી.રાજપૂત, ધેગાભાઈ દેસાઈ, હરિભાઈ પટેલ, લીલાભાઈ દેસાઈ, દેવજીભાઈ દેસાઈ, હીરાભાઈ પરમાર,
પરબતભાઇ ચરમટા, ડુંગરાભાઈ પટેલ, ગુમાનસિંહ ઝાલા,જોગાભાઈ આલ,
પાંચાભાઈ દેસાઈ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું સફળ સંચાલન માર્કેટયાર્ડના ઇન્ચાર્જ સેક્રેટરી દલપતસિંહ વાઘેલાએ કર્યુ હતુ.


Download Our B K News Today App



Related News