દર વર્ષ કરતા આ વર્ષે ફાફડા જલેબીના વેચાણમાં ૫૦% ઘટાડો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-26 11:44:28
  • Views : 326
  • Modified Date : 2020-10-26 11:44:28

સમગ્ર દેશમાં  દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં કોરોના મહામારીને કારણે સરકારની ગાઈડ લાઈન મુજબ જાહેર કાર્યક્રમ યોજવામાં આવતા નથી. દશેરાના દિવસે જલેબી ફાફડા ખરીદવા માટે લોકોની
પડાપડી થતી હોય છે. પણ અત્યારે કોરોના મહામારીના કારણે જલેબી ફાફડાના સ્ટોલ વાળાઓને ભારે મંદી જોવા મળી રહી છે. દર વર્ષે જલેબી ફાફડા વાળાઓ ૧૦૦ થી વધુ સ્ટોલ થતા હોય છે પણ આ વર્ષે ખુબજ ઓછા પ્રમાણ જલેબી ફાફડાના સ્ટોલ જોવા મળી રહ્યા છે. વેપારીઓએ જણાવ્યા મુજબ દર વર્ષે ૧૫૦ થી ૨૦૦ કિલો જલેબી ફાફડાનું વેચાણ થાય છે,  પરંતુ આ વર્ષે ૫૦ ટકા ઘટાડો જોવા મળી રહ્યો છે. આ વર્ષે રોજના માત્ર ૮૦ થી ૧૦૦ કિલોનું જ વેચાણ થાય છે જોકે જલેબી ફાફડાનો ભાવ ગયા વર્ષ કરતા આ વર્ષે ઓછો છે. આ વર્ષે જલેબીનો ભાવ ૨૦૦ રૂા. અને ફાફડાનો ભાવ ૩૦૦ રૂ. છે. તેમ છતાં કોરોના મહામારીના કારણે જલેબી ફાફડાનો સ્ટોલ ઉપર દર વર્ષની જેમ ભીડ જોવા મળી રહી નથી.

Download Our B K News Today App



Related News