દૂધનો દાજેલો છાસ ફૂંકી ફૂંકીને પીશે નિરીક્ષકોએ ઉમેદવારોને પૂછ્યું ઃ શું તમને ઓફર કરે તો તમે વેચાઈ નહીં જાઓને ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-26 10:58:45
  • Views : 333
  • Modified Date : 2021-03-26 10:58:45

ભાજપ બાદ ગત રોજ કોંગ્રેસ દ્વારા ૧ થી ૬ નંબર વોર્ડના ઉમેદવારોની સેન્સ લેવામાં આવી હતી. કોંગ્રેસમાંથી ૬ વોર્ડમાંથી કુલ ૧૯૬ ઉમેદવારોએ પોતાનો બાયોડેટા આપ્યો છે. જેમાં ઉમેદવારો પ્રમાણે નિરીક્ષકોએ અલગ-અલગ પ્રશ્નો પૂછ્યા હતા જેમાં નવા ઉમેદવારોને
નિરીક્ષકોએ પ્રશ્ન પુછ્યો હતો કે શું તમને ઓફર કરવામાં આવી તો તમે વેચાઈ નહીં જાઓને ? આમ છેલ્લી બે ટર્મથી કોંગ્રેસ જાેડે જે થઈ રહ્યું છે તેનો ડર તેમને સતાવી રહ્યો છે. અગાઉ પણ બંને વખત કોંગ્રેસને બહુમતી હોવા છતાં પણ તેમની સરકાર બની ન હતી.
કોંગ્રેસમાં સરેરાશ વોર્ડ પ્રમાણે ૩૩ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
 નિરીક્ષકોએ ચાલુ કોર્પોરેટરોને
પાછળના વર્ષના તેમણે કરેલા કામ, જાતિવાદ સમીકરણો, અને ભવિષ્યમાં પાર્ટી માટે શું કરશે તેવું પૂછવામાં આવ્યું હતું. ઉમેદવારોના જણાવ્યા અનુસાર  જે લોકોના બાયોડેટા ઉપર વિચારણા કરવામાં આવશે તેમને ફોન કરીને ૨ દિવસ પછી બોલાવવામાં આવશે. આ ઉપરાંત નવા જાેડાયેલા ઉમેદવારોને કોંગ્રેસ પાર્ટીમાં લાઈફ ટાઈમ કામ કરશો કે નહીં તેવું પૂછવામાં આવ્યું હતું. ચૂંટણીના ઢોલ વાગી ગયા છે ત્યારે હવે ભાજપ બાદ કોંગ્રેસે સેન્સ પ્રક્રિયા ચાલુ કરતા શહેરમાં
રાજકીય ગરમાવો વધ્યો છે. ગાંધીનગર મનપાના ૫ વર્તમાન કોર્પોરેટરોએ બાયોડેટા આપ્યો.

Download Our B K News Today App



Related News