NDRFનું સફળ કાર્ય: વાયુ વાવાઝોડાની અસર વચ્ચે પ્રેગ્નેન્ટ મહિલાને...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-13 13:53:20
  • Views : 433
  • Modified Date : 2019-06-13 13:53:20

ગુજરાતના તરફ આવી રહેલા વાયુ વાવાઝોડાની રાત્રી દરમિયાન દિશા બદલાતા ગુજરાતીઓ માટે સૌથી મોટા રાહતના સમાચાર આવ્યાં છે. ત્યારે રાજ્યમાં ફેલાયેલી ભયની સ્થિતિ વચ્ચે પણ અમરેલીમાં એનડીઆરએફની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી સાત મહિનાની ગર્ભવતી મહિલાને પ્રિમેચ્યોર પ્રસુતિ પીડા ઉપડતા પ્રસુતિ માટે બોટમાં સિયાલબેટ મેડિકલ સેન્ટર લઇ જવામાં આવી હતી.વાયુ વાવાઝોડાની અસર વચ્ચે અમરેલીના કલેક્ટરે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, અમરેલીમાં સાત મહિનાની ગર્ભવતી મહિલાને પ્રિમેચ્યોર પ્રસુતિ પીડા ઉપડતા પ્રસુતિ કરવાની જરૂર પડી હતી. મહિલાને પીડા ઉપડતા એનડીઆરએફની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી બોટમાં સિયાલબેટ મેડિકલ સેન્ટર લઇ જવામાં આવી હતી. આ મહિલાને પ્રસુતિ માટે NICUમાં લઇ જવામાં આવી છે. ત્યારે જૂનાગઢમાં પણ માલિયા વિસ્તારમાં એક મહિલાની પ્રસુતિ 108ની એમ્બ્યુલન્સમાં કરાવવામાં આવી હતી. હાલ તે માતા અને બાળકનું સ્વાસ્થ્ય સ્વસ્થ છે.

Download Our B K News Today App



Related News