‘વાયુ’ નામની આફત સામે ગુજરાતની 26 ટીમો તૈનાત, રાજ્યભરમાં તંત્રની કેવી છે તૈયારીઓ જાણો ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-11 11:57:02
  • Views : 482
  • Modified Date : 2019-06-11 11:59:05

કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાયુ વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું છે. ત્યારે સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા એનડીઆરએફની 26 ટીમોની મદદ લેવામાં આવી રહી છે. જે અંતર્ગત ગુજરાતની કુલ 15 ટીમ તૈનાત કરાઇ છે. 15 ટીમ પૈકી વડોદરાની 12 ટીમ છે જ્યારે કે ગાંધીનગરની 3 ટીમ તૈનાત છે. આ ઉપરાંત પંજાબથી પણ 5 ટીમને બોલાવવામાં આવી છે. એનડીઆરએફની ટીમ રાજકોટ, મોરબી, જામનગર, ભાવનગર, પોરબંદર, વેરાવળ, અમરેલી, કંડલા, મુંદ્રા, માંડવી અને નલિયા વિસ્તારમાં તૈનાત રહેશે. ગાંધીનગરની ત્રણેય ટીમ રવાના થઇ ચૂકી છે. મહત્વનું છે કે એનડીઆરએફની એક ટીમમાં 35 જવાન હોય છે અને તેઓ લાઇફ જેકેટ, બોટ, ક્યુડીએ, શેડ જનરેટર, ઓક્સિજન, ફર્સ્ટ એઇડ કીટ, કટર, એર વેક્યુમ, રસ્સી અને ઓક્સિજન માસ્ક જેવી સામગ્રીથી સજ્જ હોય છે.સૌરાષ્ટ્ર-ક્ચ્છના દરિયાકાંઠા પર તોળાતા વાવાઝોડાના સંકટને લઈને વડોદરામાં પણ એનડીઆરએફની ટીમ એલર્ટ બની. વડોદરા પાસે આવેલા એનડીઆરએફના જરોદ સ્થિત હેડક્વાર્ટરથી 9 ટીમો કાંઠા વિસ્તારમાં જવા રવાના થઈ. આ ટીમો વાવાઝોડાની સ્થિતિ સમયે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ફરજ બજાવશે. આ સિવાય મહારાષ્ટ્રની એનડીઆરએફની ચાર ટીમોને વડોદરામાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી. વડોદરા ખાતેની એનડીઆરએફની ટીમમાં 30 સભ્યો છે. જેઓ પાસે હાઈટેક સાધનો પણ છે.સૌરાષ્ટ્ર-ક્ચ્છના દરિયાકાંઠા પર તોળાતા વાવાઝોડાના સંકટને લઈને વડોદરામાં પણ એનડીઆરએફની ટીમ એલર્ટ બની. વડોદરા પાસે આવેલા એનડીઆરએફના જરોદ સ્થિત હેડક્વાર્ટરથી 9 ટીમો કાંઠા વિસ્તારમાં જવા રવાના થઈ. આ ટીમો વાવાઝોડાની સ્થિતિ સમયે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ફરજ બજાવશે. આ સિવાય મહારાષ્ટ્રની એનડીઆરએફની ચાર ટીમોને વડોદરામાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી. વડોદરા ખાતેની એનડીઆરએફની ટીમમાં 30 સભ્યો છે. જેઓ પાસે હાઈટેક સાધનો પણ છે.

Download Our B K News Today App



Related News