અકાળ મૃત્યુનું કારણ બની રહ્યું છે વાયુપ્રદૂષણ, જાણો શું છે ભારતની દશા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-04 13:26:20
  • Views : 435
  • Modified Date : 2019-09-04 13:26:20

ઝેરી હવાના સંપર્કમાં આવવાથી હૃદય તેમજ શ્વાસ સંબંધી બીમારીઓ થાય છે અને આ બીમારીઓના કારણે મૃત્યુ થવાનું જોખમ વધતું જાય છે. આ દાવો શોધકર્તાઓએ એક રિસર્ચ બાદ કર્યો છે. આ અધ્યયન 30 વર્ષે પૂર્ણ થયું છે અને તેમાં 24 દોશો અને ક્ષેત્રોના 652 શહેરોમાં વાયુ પ્રદૂષણ અને મૃત્યુ દરના આંકડાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. 

શોધકર્તાઓએ જણાવ્યું  કે કુલ મૃત્યુમાં વૃદ્ધિ ઈનહેલ કરવા યોગ્ય કણ પીએમ10 અને ફાઈન કણ પીએમ2.5ના સંપર્કમાં આવવા સાથે જોડાયેલી હોય છે. જે ઉત્સર્જિત અથવા વાયુમંડલીય રાસાયણિક પરિવર્તનના માધ્યમથી બને છે. 

ઓસ્ટ્રેલિયાની યૂનિવર્સિટીના પ્રોફેસરના જણાવ્યાનુસાર પાર્ટિકુલેર મેટર એટલે કે પીએમ અને મૃત્યુદર વચ્ચે સંબંધની કોઈ સીમા નથી, જેનાથી વાયુ પ્રદૂષણના નિમ્ન સ્તરથી મોતનું જોખમ વધી જાય છે. જેટલા નાના કણ હોય છે તેટલી સરળતાથી તે ફેંફસામાં પ્રવેશી જાય છે અને વધારે ટોક્સિક કોમ્પોનેંટ ગ્રહણ કરે છે જેના કારણે મોતની સંભાવના વધી જાય છે. 

એક રિપોર્ટ અનુસાર ભારતમાં વાયુ પ્રદૂષણના કારણે લોકો સમય પહેલા મૃત્યુ પામે છે. લોકોનું આયુષ્ય 2.6 વર્ષ જેટલું ઘટી ગયું છે. આઉટડોર પીએમના કારણે અહીં 18 મહીના જીવન ઘટી જાય છે. જ્યારે ઘરેલું પ્રદૂષણના કારણે 14 માસનો ઘટાડો થાય છે. 

Download Our B K News Today App



Related News