બનાસકાંઠા જિલ્લામાં 45 થી વધુ ઉંમરના લોકોને 98 ટકા વેક્સિનેશન સાથે બનાસકાંઠા પ્રથમ રહ્યું હોવાના દાવા સામે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સવાલ ઉઠાવ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-13 11:58:51
  • Views : 378
  • Modified Date : 2021-05-13 11:58:51

     કોરોના મહામારી ને ડામવા માટે સરકારે વેક્ષીનેશન ની પ્રક્રિયાને ઝડપી બનાવી છે જેમાં સૌપ્રથમ 45 થી વધુ ઉંમરના લોકોને રસી આપવાનું આયોજન કર્યું હતું જેમાં છેલ્લા બે મહિનાની અંદર બનાસકાંઠા જિલ્લામાં પણ 45 થી વધુ ઉંમરના લોકોને વેક્સિનેશન આપવાની કામગીરી પુરજોશમાં ચાલી હતી. જેથી ગુજરાતમાં 45 થી વધુ ઉંમરના લોકોને સૌથી વધુ રસી બનાસકાંઠા જિલ્લામાં અપાઈ અને 98 ટકા વેકસીનેશન થતા બનાસકાંઠા જિલ્લો ગુજરાતમાં પ્રથમ ક્રમે રહ્યો હોવાના અહેવાલો પ્રસિદ્ધ થતા જ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર તેની સામે સવાલો ઉઠાવ્યા છે અને તેઓએ આજે ગામડાઓની મુલાકાત લેતા મોટાભાગના ગામડાઓમાં 10 થી વધુ વેકસીનેશન થયું નથી તેવામાં સ્થાનિક અધિકારીઓએ વાહ વાહી મેળવવા માટે સરકારને ખોટા આંકડાઓ દર્શાવ્યા હોવાના ગંભીર આક્ષેપો કરે છે, માટે તંત્રએ લોકોને ગેરમાર્ગે દોરવાના બદલે અત્યારે રસી મળતી નથી તે એમતે આયોજન કરવું જોઈએ તેમ સલાહ આપી હતી.

Download Our B K News Today App



Related News