બનાસકાંઠાના વાવ તાલુકામાં રાત્રીના સમયે ગાજવીજ સાથે વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-16 18:27:58
  • Views : 967
  • Modified Date : 2019-11-16 18:27:58

જોકે કમોસમી વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક કરા તો ક્યાંક વાવાજોડું તો ક્યાંક વીજળીએ લોકોમાં  ચિંતા અને ભયનો માહોલ સર્જી દીધો છે. જ્યારે ભાખરી ગામે બ્રાહ્મણ માનજીભાઈ પોતાના ખેતરે સુવા ગયા હતા અને રાત્રીના સમયે કડાકા ભડાકા સાથે વીજળી પડતા  ખેડૂત માનજીભાઈનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જેની સવારે પરિવારને જાણ થતાં પરિવારે ગામલોકોને અને સરપંચને જાણ કરતા લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.જેમાં માનજીભાઈનું અરેરાટીભર્યું મોત જોઈ સરપંચ, ટીડીઓ, મામલતદાર સહિત પોલીસતંત્રને જાણ કરી હતી. જોકે તંત્રને જાણ કરતા વાવ મામલતદાર,ટીડીઓ,નાયબ ડીડીઓ,મેડિકલ ઓફિસર,વાવ ઈશ્વરભાઈ,તલાટી કમ મંત્રી, સરપંચ તથા પોલીસતંત્ર ઘટનાસ્થળે દોડી આવી મૃતકની તપાસ કરી હતી. જ્યારે મેડિકલ ઓફિસર ઈશ્વરભાઈએ તપાસ કર્યા પછી જણાવ્યું હતું કે ઘટના ઘટયા પછી માનજીભાઈનું પંદરેક મિનિટમાં મોત થયું હોય એવું જાણવા મળી રહ્યું છે અને લાશ બળીને ભડથું થઈ ગયુ છે જે લાશની  તપાસ કર્યા પછી પરિવારજનોને સોંપવામાં આવી હતી. જ્યારે જવાબદારતંત્રે પરિવાર જનોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે જે ખેડૂતને જવાબદારતંત્ર પાસેથી જે સહાય મળવાપાત્ર થતી હશે તે અમે અપાવીશુંઅને ઘટતી કાર્યવાહી કરીશુ એવી ખાત્રી આપી હતી. 

Download Our B K News Today App



Related News