ભીલડી પંથકમાં મગફળી વાવેતરના શ્રી ગણેશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-30 12:15:06
  • Views : 541
  • Modified Date : 2020-06-30 12:15:06

ચોમાસાની શરૂઆતમાં ખેડૂતો ચોમાસાની સીઝનનું વાવેતર પૂરજોશમાં ચાલુ કરી દેતા હોય છે. પરંતુ આ વર્ષે કમોસમી વરસાદ અને વાવાઝોડા વચ્ચે ઉનાળું સીઝનમાં ખૂબ જ નુકસાન થયું હતું. અત્યારે ચોમાસાની શરૂઆતમાં અષાઢ મહિનો બેસતાની સાથે જ ખેડૂતો દ્વારા વરસાદની રાહ જોવાતી હોય છે અને વરસાદ થયા બાદ જ વાવણી કરવામાં આવતી હોય છે. પરંતુ આ વર્ષે અષાઢ મહિનાના કેટલા દિવસો વીતવા છતાં પણ વરસાદ નહી થયો હોવાથી ખેડૂતોએ પિયત આપી મગફળી વાવેતરના શ્રીગણેશ કરવામાં આવ્યા છે. જ્યારે બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા ચોમાસામાં વરસાદ સારો થવાની આગાહી કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News