સરહદી વાવ થરાદ પંથકમાં હિટવેવ જારી ગરમીનો પારો ૪૫ ડિગ્રીને પાર લોકો પરેશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-28 11:54:24
  • Views : 420
  • Modified Date : 2019-04-28 11:54:24

સરહદી વાવ અને થરાદ
પંથકમાં ગરમીનો પારો ૪૫ ડિગ્રીને પાર પહોંચતાં લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. તો વળી લગ્નગાળાની સિઝન હોવાં છતાં પણ હાઇવે સહિત વાવ અને થરાદની બજારમાં ટ્રાફિક ઓછું દેખાય છે.
વાવ સહિત યાત્રાધામ ઢીમામાં શ્રધ્ધાળુઓની
અવરજવર ગરમીના કારણે બંધ થઈ જવા પામી છે. લગ્નગાળાની સિઝન પુર મોસમમાં ખીલી ઉઠી છે  તો વળી આગ ઓકતી ગરમીને કારણે જાનૈયાઓને
પણ ગરમીને કારણે મુશ્કેલીઓ વેઠવી પડશે.
સુઈગામ વાવ થરાદ નેશનલ હાઇવે બપોરના સમયે સુમસામ ભાસી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. તો વળી વધારે ગરમીના કારણે લોકો આઈસ્ક્રીમ, કોલ્ડ્રીંંક્સ, શેરડીરસ, ફ્રૂટ સલાડ સહિતના અનેક અવનવા નુસખા
અપનાવી રહ્યા છે. તો વળી એપ્રિલના પ્રારંભે જ સરહદી વિસ્તારમાં ગરમીનો પારો ૪૫ ડિગ્રીને પાર પહોંચતાં મુંગા
 પશુધનની હાલત અત્યંત કફોડી બની જાય છે.
તો વળી સરહદી વાવ, ઢીમા, થરાદ, સહિત સુઈગામ પંથકમાં હિટવેવને કારણે વાયરલ ફિવરના ભરડામાં આવ્યું છે અને તાવ, શરદી, માથાનો દુઃખાવો સહિત અનેક નાની મોટી બીમારીઓ દ્વારા લોકો પરેશાનીઓ ભોગવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News