બનાસકાંઠાના વાવ સ્થાપત્ય ઇતિહાસમાં ડાભેલાની રાણીઓની વાવ તરીકે ઓળખાતી વાવ અવાવરું બની

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-30 11:48:47
  • Views : 3650
  • Modified Date : 2020-10-30 11:48:47

ડાભેલા ગામે અઢીસો વર્ષ અગાઉ ઠા.સા. રામસિંહજીએ આ વાવ બંધાવી હતી. જેને લોકહિતમાં ખુલ્લી મુકવામાં આવી હતી. જેનું પાણી માટે આજે પણ તમામ જાતિના લોકો કોઈપણ ભેદભાવ વિના
ઉપયોગ કરે છે. ત્યારે આ વાવ અવાવરું અને ખંડેર હાલતમાં જોવા મળી રહી છે. આજેય
પણ પુષ્કળ પાણી ધરાવતી આ વાવમાંથી ખેતી માટે પાણીનો વપરાશ કરવામાં આવી રહ્યો છે છતાં પણ વપરાશ કરતાં ખેડૂતો કે ગ્રામપંચાયત દ્વારા તેની સાફ સફાઈ કે રીપેર કામ કરવામાં આવી રહ્યું નથી.  એક સમયે ગામ સહિત આખાય વિસ્તારની તરસ છીપાવતી આ વાવની જાણે કોઈજ કદર ના હોય એમ પુષ્કળ પાણી હોવા છતાં સાફ સફાઈ કે રીપેરના નામે અનદેખી કરવામાં આવી રહી છે અને વાવની ફરતે ચારે બાજુ ગંદકી જોવા મળી રહી છે. જેથી વર્ષો જૂની વિરાસતને
ગ્રામપંચાયત દ્વારા સાફ સફાઈ કરી રીપેર કરવામાં આવે તેમજ વાવના ફરતે ફેન્સિંગ વાડ કરી જાહેર હિત માટે ઉપયોગમાં લેવામાં આવે તે જરૂરી બન્યું છે.

Download Our B K News Today App



Related News