કાંકરેજ તાલુકામાં કોરોના દહેશત વચ્ચે વાવાઝોડુ ત્રાટક્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-06 11:28:42
  • Views : 480
  • Modified Date : 2020-05-06 11:28:42

બનાસકાંઠા જિલ્લામાં કોરોના દહેશત વચ્ચે સાંજના સુમારે ઉતર દિશા તરફથી અચાનક હવામાનમાં ફેરફાર આવતા તોફાની પવનો શરૂ થયેલ. કાંકરેજ તાલુકાના અનેક વિસ્તારોમાં વાવાઝોડુ ફૂંકાતા ઉનાળુ બાજરીના પાક સહિત ખેતરોમાં તથા ગરીબ
પરિવારોના છાપરા ઉડવા તથા ઝાડ પડવાના અહેવાલ સાથે
કાંકરેજ તાલુકાના થરા નગર
પાલિકા વિસ્તારમાં જૂનાગામ તળમાં આવેલ ખોડા ઢોર
પાંજરાપોળમાં પતરાનો ૨૦૦ ફૂટ વિશાળ શેડ તોફાની
પવનમાં અચાનક તૂટી પડતા એમાં રહેલા નાના પાડા-વાછરડા, ગાયો દોડાદોડ કરતા કેટલાંક બહાર નીકળી ગયા હતા, તો કેટલાંક શેડ નીચે દબાયા હતા. આજુબાજુના રહીશો, કર્મચારીગણે બચાવ કામગીરી હાથ ધરેલ અને તત્કાલિક ટ્રસ્ટીઓને જાણ કરતા ટ્રસ્ટીઓ પાંજરાપોળ ખાતે દોડી આવી શેડ નીચે દબાયેલા
પશુઓને બહાર કાઢવા કોશિશ કરતા પાંચ પશુઓના મૃત્યુ થયેલ. જ્યારે ઈજાગ્રસ્ત દરેક
પશુઓને તત્કાલિક ડોક્ટર બોલાવી સારવાર અપાયેલ. તેમજ ઇજાગ્રસ્ત પશુને
પશુપાલન ટીમ દ્વારા ત્વરિત અને જરૂરી સારવાર મોડી રાત સુધી કરવામાં આવી હતી. સારવાર ટીમના જે.જે.સાધુ
પશુધન નિરીક્ષક ઉણ, ડી.એચ.પરમાર પશુધન નિરીક્ષક રાજપુર તા.કાંકરેજ, ડી.એન.પ્રજાપતિ પશુધન નિરીક્ષક ચાંગા,  કિસાન મેડિકલ, જયદીપસિંહ, પ્રદીપસિંહ, ભરતજી પરમાર વકીલની સેવાકીય પ્રવૃત્તિને ટ્રસ્ટીગણ દ્વારા બિરદાવવામાં આવી હતી. ટ્રસ્ટીઓના જણાવ્યા મુજબ છ લાખ જેટલા રૂપિયાનું નુકસાન થયેલ છે. તો આ પાંજરાપોળમાં અત્યારે હાલમાં નાના મોટા થઈ ૮૭૫ જેટલા પશુઓનો પાંજરાપોળમાં નિભાવ થઈ રહ્યો છે.

Download Our B K News Today App



Related News