અમીરગઢના સરહદી ગામોમાં વરસાદી વાવાઝોડું ત્રાટકતા મોટું નુકસાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-02 11:01:04
  • Views : 433
  • Modified Date : 2020-10-02 11:01:04

અમીરગઢ તાલુકાના રાજસ્થાન સરહદને અડીને આવેલા ડાભેલા, આવલ, રબારીયા, ગઢડા, ખારી, ઝાબા, સવનિયા સહિતના સરહદી ગામોમાં બુધવારની સાંજે છ વાગ્યાની આસપાસ ભારે પવન સાથે વરસાદી વાવાઝોડું ત્રાટકતા વિસ્તારના કેટલાક ખેડૂતો અને પશુપાલકોને મોટું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. સમી સાંજે અચાનક ત્રાટકેલા વરસાદી વાવાઝોડાથી ખેતરોમાં રહેતા ખેડૂતો અને
પશુપાલકોના ઘરો સહિત શેડ ઉપરના પતરા ઉડી ગયા હતા. જ્યારે મગફળી, કપાસ, મકાઈ, બાજરી અને જુવારના
પાકોને પણ મોટી માત્રામાં નુકસાન પહોંચ્યું છે. અડધો કલાક જેવા ચાલેલા આ વરસાદી વાવાઝોડાને લીધે લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકો
પોતાનો જીવ બચાવતા નજરે
પડ્યા હતા. જોકે આમ અચાનક ત્રાટકેલા વાવાઝોડાથી ભોગ બનેલા અસરગ્રસ્ત વિસ્તારના કેટલાક ખેડૂતો અને પશુપાલકોને જવાબદાર તંત્ર દ્વારા સરવે કરી સરકાર તરફથી આર્થિક સહાય મળે એવી માંગ ઉઠવા પામી હતી.

Download Our B K News Today App



Related News