આગાહી / 'મહા' વાવાઝોડું ગુજરાત તરફ ફંટાયુ, આ તારીખે રાજ્યના દરિયા કાંઠે ટકરાવાની સંભાવના

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-01 18:02:00
  • Views : 1184
  • Modified Date : 2019-11-01 18:02:00

  • જ્યમાં 'મહા' વાવાઝોડાએ ચિંતા વધારી
  • ગુજરાત તરફ વધી રહ્યું છે આગળ
  • દરિયાકાંઠાના વિસ્તારોનમાં અપાયું એલર્ટ

લક્ષદીપથી ઉદભવેલું 'મહા' વાવાઝોડું પોતાની દિશા બદલી રહ્યું છે. અને પહેલા ઓમાનના દરિયા તરફની દિશા હતી. પરંતુ હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે હાલ અરબી સમુદ્રમાં એક સાથે `ક્યાર' અને 'મહા' વાવાઝોડું બંને સક્રિય છે.

કેરળના કોચીનમાં દરિયો બન્યો ગાંડો 

કેરળના કોચીનમાં મહા વાવાઝોડાની અસર જોવા મળી છે. મહા વાવાઝોડાના કારણે કોચીનમાં દરિયો તોફાની થયો છે અને દરિયા કિનારા પર ઉંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. જેના કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં દરિયાના પાણી ઘુસી રહ્યા છે. રહેણાંક વિસ્તારોમાં દરિયાના પાણી ફરી વળતાં લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.વાવાઝોડાએ લક્ષદ્વીપમાં કહેર વરસાવ્યો

અરબ સાગરમાંથી સર્જાયેલા મહા વાવાઝોડાએ લક્ષદ્વીપમાં કહેર વર્તાવ્યો છે. લક્ષદ્વીપમાં 24 કલાકમાં ભારે વરસાદ પડ્યો. વાવાઝોડાની સાથે વરસાદ પડતાં લક્ષદ્વીપમાં અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. તો કેટલાક વિસ્તારોમાં મકાનોમાં નુકસાન પહોંચ્યું છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. 

તો દરિયામાં પણ ભારે કરંટ જોવા મળ્યો હતો. જેથી દરિયા કિનારા પરથી લોકોને હટી જવા માટે પણ સલાહ આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે મહા વાવાઝોડું આગળ વધી રહ્યું છે. જેના કારણે આંધ્રપ્રદેશ, ગોવા અને મહારાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે. સાથે જ ગુજરાત પર પણ મહા વાવાઝોડાની અસર જોવા મળી શકે છે.અરબી સમુદ્રમાં ફરી વાવાઝોડું સક્રિય

અરબી સમુદ્રમાં ફરી એક વાર ડીપ ડીપ્રેશનને પરિણામે ચક્રાવાતનું નિર્માણ થયુ છે. હવામાન વિભાગે આ વાવાઝોડાને મહા નામ આપ્યું છે. ઓમાન તરફ જતા વાવાઝોડાને નામ આપવામાં આવ્યુ છે. 

ઉત્તર-પશ્ચિમ તરફથી આગળ વધી રહ્યું છે વાવાઝોડું

મહા ચક્રાવાત ઉત્તર-પશ્ચિમ તરફથી આગળ વધી રહ્યુ છે. વાવાઝોડું 6 કલાકમાં 15 કિમીનું અંતર કાપી રહ્યું છે. 6 કલાકમાં  સીવિયર  સાયક્લોન બનશે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. આ વિસ્તારોમાં થઇ શકે વરસાદ 

રાજકોટ, વડોદરા, સુરત, અમદાવાદમાં વરસાદની શક્યતા છે. જૂનાગઢ, પોરબંદર, ભાવનગર, બોટાદમાં વરસાદ થશે. 4 નવેમ્બર સુધી મહા ચક્રવાતની અસર રહી શકે છે. જયારે  લક્ષદ્વીપ ટાપૂઓ, દીવ-દમણના વિસ્તારોને અલર્ટ આપવામાં આવ્યું છે.

રાજ્યમાં ઠેર-ઠેર પડ્યો વરસાદ 

નર્મદાના કેવડિયા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ થયો હતો. સાંજના સમયે ધોધમાર વરસાદ થયો હતો. ભારે પવનથી બેનર હવામાં ઉડ્યા હતાં. તેમજ એકતા દિવસની ઉજવણીના પોસ્ટર ફાટી ગયા હતાં. તો આ સાથે જ સતત ચોથા દિવસથી પણ વધારે રાજ્યમાં વરસાદ થઇ રહ્યો છે. પોરબંદરના ઘેડ વિસ્તારમાં કમોસમી વરસાદ થયો છે. માધવપુરમાં વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો છે. છેલ્લા અડધા કલાકથી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થયું છે.

Download Our B K News Today App



Related News