બનાસકાંઠામાં લાંબા વિરામ બાદ વરસાદ વરસતા લોકોમાં ખુશી થેરવાડાપંથકમાં વાવાઝોડું ફૂંકાતા વૃક્ષો તૂટી પડ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-26 12:11:44
  • Views : 536
  • Modified Date : 2020-07-26 12:11:44

છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાના લોકો અસહ્ય ગરમી અને ભારે ઉકળાટનો સામનો કરતા ભારે હાલાકી ભોગવી રહ્યા હતા. ત્યારે શનિવારે એકાએક બપોર બાદ ધીમીધારે વરસાદે વરસવાનું શરૂ કરતાં લોકોએ ગરમીથી મહદઅંશે રાહત મેળવી હતી. અને ખેડૂતોએ પણ આ વરસાદના કારણે થોડી ઘણી આશા જાગી છે.
બનાસકાંઠાના ડીસામાં શનિવારે વરસાદી ઝાપટુ પડ્યું હતું. લાંબા સમયથી રાહ જોવડાવ્યા બાદ ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદી ઝાપટુ પડતા લોકોને ગરમીથી રાહત મળી હતી. વરસાદથી ચોતરફ ઠંડક પ્રસરી ગઇ હતી. જ્યારે છેલ્લા ઘણા સમયથી વરસાદની કાગડોળે રાહ જોઈ રહેલા ખેડૂતો વરસાદ પડતા ખુશખુશાલ બની ગયા હતા. પ્રથમ રાઉન્ડમાં સામાન્ય વરસાદ બાદ બનાસકાંઠામાં  છુટો છવાયો નહિવત જેટલો વરસાદ થયો હતો. જેના કારણે ખેતી પાકને પણ નુકશાનની ભીતિ ખેડૂતોને સતાવી રહી હતી. જ્યારે ડીસા તાલુકામાં વરસાદી ઝાપટુ પડતા લોકોને ગરમીથી રાહત મળી હતી. અને તાલુકામાં વરસાદ અને વાવાઝોડા ના કારણે થેરવાડાપંથકમાં પણ અનેક જગ્યાએ ઘટાદાર વૃક્ષો ધરાશાયી થયા હતા. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતા વાહનચાલકો અને લોકોને થોડી હાલાકીનો પણ સામનો કરવો પડ્યો હતો. પરંતુ એકંદરે વરસાદના કારણે લોકો ખુશખુશાલ બન્યા છે.

Download Our B K News Today App



Related News