બનાસકાંઠા જિલ્લામાં વાવાઝોડાથી વ્યાપક નુકશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-19 10:40:55
  • Views : 757
  • Modified Date : 2019-05-19 10:40:55

બનાસકાંઠા જિલ્લામાં  શનિવારે કમોસમી વરસાદ અને ભારે વાવાઝોડાએ ખાના- ખરાબી સર્જી હતી. જ્યાં પાલનપુર તાલુકાના ચિત્રાસણી નજીક એક ઝુંપડા ઉપર લીમડાનું ઝાડ તૂટી પડતાં અંદર બેઠેલા એક શ્રમિકનું મોત નિપજ્યું હતુ. જ્યારે અન્ય પાંચ
વ્યકિતઓને ઇજા થવા પામી હતી. આ ઉપરાંત પતરૂ ઉડવાથી એક યુવકને ઇજા થવા પામી હતી. જ્યારે કોટડા ગામે પણ ઝાડ પડવાથી એક મહિલાને ઇજા થવા પામી હતી. જેમને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ ધાનેરા, દિયોદર, વડગામ, થરાદ પંથકમાં વાવાઝોડા અને વરસાદથી અનેક મકાનોના પતરા ઉડી જવા પામ્યા હતા. બાજરીના પાકમાં વ્યાપક નુકસાન થવા પામ્યું હતું.
પાલનપુર ઃ પાલનપુર
પંથકમાં શનિવારે સાંજે ભારે વાવાઝોડા સાથે આવેલા કમોસમી વરસાદે ખાના- ખરાબી સર્જી હતી. જ્યાં ચિત્રાસણી નજીક રેલવે કોરીડોરનું કામ કરતાં દસ શ્રમિકો વરસાદ અને વાવાઝોડાથી બચવા માટે ઝુંપડામાં બેઠા હતા. તે દરમિયાન એકાએક લીમડાનું ઝાડ ઝુંપડા ઉપર તૂટી પડ્‌યું હતુ. જેમાં ઝારખંડના સનીદેઓલ સુરેન્દ્રસાબ સાઉ (ઉ.વ. ૨૫) નું મોત નિપજ્યું હતુ. જ્યારે રાજસ્થાનના બાડમેરના આશિફખાન હાફીખાન મુસ્લિમ (ઉ.વ. ૨૩), આરીફ અસવાગર્બગ મુસ્લિમ (ઉ.વ. ૨૫), રહોડી ગામના નાનસિંગ દીતાભાઇ ભુરીયા (ઉ.વ. ૩૫)ને ઇજાઓ થવા પામી હતી. આ ઉપરાંત ચિત્રાસણી ગામમાં પતરૂ ઉડતાં નટવરભાઇ જીવાભાઇ પટણી (ઉ.વ.૧૭)ને ઇજા થવા પામી હતી. તેમજ વાવાઝોડા દરમિયાન ચિત્રાસણી હાઇવે ઉપર બાઇક સ્લિત થતાં  અમીરગઢ તાલુકાના ઇકબાલગઢના આશિફ અશરફખાન સિંધી (ઉ.વ.૨૫)ને ઇજાઓ થવા
પામી હતી.  જ્યારે કોટડા ગામે વાવાઝોડા દરમિયાન ઝાડ પડતાં શાંતાબેન જયંતિભાઇ પ્રજાપતિ (ઉ.વ. ૫૫)ને  ઇજાઓ થવા
પામી હતી. તમામ ઇજાગ્રસ્તોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
વડગામ ઃ વડગામ તાલુકાના છનિયાણા ગામમાં ડાભી દલાભાઈ હેમાંગભાઈ ના રહેણાંક મકાન ઉપર પીંપળનુ તોતિંગ ઝાડ પડતાં નાસભાગ મચી ગઇ હતી. ઘરના લોકો દોડીને બહાર નીકળી ગયા હતાં. સદનસીબે મોટી જાનહાની ટળી હતી. જ્યારે મેમદપુર ગામથી પેપોળ માર્ગ ઉપર બાવળનું એક તોતિંગ ઝાડ ધરાશયી થતાં રસ્તો બંધ થઈ ગયો હતો.
થરાદ ઃ થરાદ પંથકમાં આજે ફરી વાતાવરણમાં પલટો આવતા વરસાદના છાંટા સાથે પવન ફૂંકાતા ખેડૂતોને ભારે નુકશાનની ભીતિ સેવાઇ રહી છે.  થરાદ-વાવ વિસ્તારમાં ગુરુવારે મોડી સાંજે આવેલા વરસાદ બાદ શનિવારે સાંજના સુમારે ફરી વાતાવરણમાં પલટો આવતાં ખેડૂતોના જીવ તાળુવે ચોંટ્યા છે ગુરુવારે આવેલા વરસાદ અને પવનથી લોકોને ભારે નુકસાન થયું હતું. જ્યારે શનિવારે ફરી પવન સાથે વરસાદના છાંટા આવતાં લોકોમાં ભારે નુકસાનનો ભય જોવા મળી રહ્યો છે અને આ વિસ્તારના લોકોપર જાણે કુદરત કોપાયમાન થયો હોય એવું વાતાવરણ થવા પામ્યું છે અને વિસ્તારના ખેડૂતોને રજકાના
 પાકમાં ભારે નુકશાન પણ થવા પામ્યું છે.
દિયોદર ઃ દિયોદર પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા બાજરીના પાકને પવન રહે તો ભારે નુકસાનની ભીતિ જ્યારે વરસાદ તરબૂચ અને  ટેટીના પાકને નુકસાનકારક છે. માવઠું થાય તો ચોક્કસ નુકસાન થાય.  પંથકમાં વાતાવરણમાં
પલટો આવતા પવન સાથે કાળા ડિબાંગ વાદળોએ  આકાશનો કબ્જા લીધો હતો.
ધાનેરા ઃ ધાનેરામાં શનિવારના ૪ વાગ્યાના સુમારે અચાનક ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદ પડ્‌યો હતો જેથી ધાનેરા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. ત્યારે બીજી તરફ લગ્નની મોસમ હોવાથી લોકોના ઘરે મંડપો બોધેલા હોવાથી તે પણ ઉડયા હતા. અને લોકોમાં અફડા તફડી મચી જવા પામી હતી. જ્યારે ધાખા ગામે આવેલ ડેરીની આગળ બનાવેલ
પતરાનો સેડ ઉડતા મુખ્ય રાસ્તા ઉપર આવીને પડ્‌યો હતો. પરંતુ વરસાદ ચાલુ હોવાથી રસ્તામાં વાહનો કે રાહદારીઓ ના હોવાથી કોઈ જાનહાનિ થવા પામી ના હતી. જ્યારે ગામડાઓમાં પણ છાપરા તેમજ નાળિયા ઉડયા હોવાના અહેવાલ પણ મળી આવ્યા છે.જોરદાર આંધી સાથે મોટા ફોરે વરસાદની એન્ટ્રી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. આંધીના કારણે ખેડૂતોને બાજરી તથા અન્ય પાક મા નુકશાનની ભીતિ ઊભી થઈ છે.
ગઢ ઃ ગઢ વિસ્તારમાં બપોરથી વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને સાંજના સમયે ભારે પવન સાથે ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો હતો અને જોતજોતામાં પાણીની રેલમછેલ થઈ હતી. ભારે પવનના કારણે લોકોના તબેલાના પતરાં દુર દુર સુધી ઉડી ગયા હતા અને ભારે નુકસાન થવા પામેલ છે બાજરીના પાકનો સોથ વળી ગયો છે અને ખેડૂતોને હાથમાં આવેલ કોળીયો છીનવાઈ ગયો છે. કમોસમી વરસાદના કારણે ગઢ પંથકમાં લોકોને ભારે નુકશાન થવા પામ્યુ છે.  
જલોતરા ઃ  વડગામ તાલુકાના જલોતરા ગામે શુક્રવારના સાંજનાં સુમારે

Download Our B K News Today App



Related News