વિરમગામ શહેર સહિત પંથકમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ, એક મહિલાનું મૃત્યુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-18 06:44:51
  • Views : 497
  • Modified Date : 2019-04-18 06:44:51

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં મંગળવારે બપોર પછી વાવાઝોડા સાથે કમોસમી વરસાદના કારણે મોટાપાયે નુકસાન થયું હોવાનો અંદાજ છે.  વિરમગામ શહેર સહિત પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં સહિત બપોર બાદ વાતાવરણ પલટો થયો હતો. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવન સાથે આંધી સાથે કમોસમી વરસાદ પડ્‌યો હતો. વિરમગામ શહેર સહિત પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક જગ્યાઓએ વાવાઝોડાથી નાના મકાનો પતરા અને બેનરો ઉઠયાંની જાણકારી મળી હતી. વિરમગામ-અમદાવાદ  રેલવે ટ્રેક પર ૩-૪ વૃક્ષ ધરાશાહી થતા કાર્યવાહી હાથ ધરાઇ હતી અને અડઘો કલાક બાદ રેલ્વે વ્યવહાર શરૂ કરાયો હતો. વિરમગામ શહેરના રામભાઇ બાલુભાઇની ચાલીમાં મોબાઇલ ટાવર ધરાશાહી થયો હતો.  વિરમગામ તાલુકાના વાંસવા ગામ ચંદ્રિકાબેન પાલજીભાઇ સોલંકી આશરે ૩૫ વર્ષને વીજ વાયરથી કરંટ લાગતા વિરમગામના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરે મહિલા મૃત પામી હોવાનું કહ્યું હતું. આ ઉપરાંત વિરમગામ બહુચરાજી રોડ પર કન્ટેનર પલ્ટી ખાઇ ગયું હતું. વાવાઝોડા સાથે વરસાદના કારણે થોડીવાર માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો. વાવાઝોડાથી વિરમગામ પંથકમાં ૧૦૦થી વધુ નાના મોટા વૃક્ષો ધરાશાહી થયા હોવાની માહિતી મળી હતી. વાવાઝોડાના કારણે વિરમગામ પંથકમાં થાંભલાઓ પડી ગયા હતા અને વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. વિવિધ સરકારી વિભાગો દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે અને નુકસાનની જાણકારી મેળવવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News