ડીસા સહિત ગુજરાતમાં તીવ્ર વાવાઝોડા સાથે વરસાદ ૭ મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-17 05:45:47
  • Views : 578
  • Modified Date : 2019-04-17 05:45:47

પશ્ચિમી રાજસ્થાન અને આસપાસના વિસ્તારો પર સર્જાયેલા મો‹નગ સાયક્લોનિક સરક્યુલેશનની Âસ્થતિના પરિણામ સ્વરુપે ડીસા શહેર સહિત રાજયભરમાં મંગળવારે  અચાનક હવામાનમાં જબરદસ્ત પલ્ટો આવ્યો હતો અને વાતાવરણ એકદમ વાદળછાયુ અને ઠંડકવાળુ બનવાની સાથે સાથે જારદાર રીતે પ્રચંડ પવન સાથેનું વાવાઝોડું ફુંકાયું હતું. ડીસા, અમદાવાદ  અને
ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના સહિતના કેટલાક વિસ્તારોમાં જારદાર વાવાઝોડા અને વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડયો હતો અને તો, સૌરાષ્ટ્રમાં મોરબી, વાંકાનેર, ધ્રોલ, ટંકારા સહિતના પંથકોમાં તો કરા સાથેનો જારદાર વરસાદ તૂટી પડયો હતો.  બનાસકાંઠાના
 કાંકરેજ, દિયોદર, વડગામ અને વાવ તાલુકામાં ગાજવીજ અને પવન સાથે વરસાદ તથા કરા પડ્‌યા હતા. જને લઇ ડીસા શહેર સહિત રાજયભરમાં એકબાજુ, વરસાદ અને પ્રચંડ વાવાઝોડાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી તો, બીજીબાજુ, ખેડૂતોમાં કેરીના પાક સહિતના પાકને
નુકસાનની દહેશતને લઇ ચિંતાની લાગણી પ્રસરી ગઇ હતી.  અમદાવાદ ઉપરાંત, વિરમગામ, માંડલ, દેત્રોજ સહિતના પંથકોમાં પણ ભારે વાવાઝોડા સાથે વરસાદ પડયો હતો. તો, ડીસા શહેર સહિત રાજયના મોટાભાગના જિલ્લા અને તાલુકાઓમાં પ્રચંડ વાવાઝોડાના કારણે વાતાવરણ ધૂળિયુ અને રજકણોયુકત બની ગયુ હતુ. જેના કારણે ડીસા  સહિત રાજયભરમાં પ્રદૂષણની માત્રા ગંભીર હદે વધી ગઇ હતી. વિરમગામના વાંસવા ગામે વીજવાયર પડતાં એક મહિલાનું કરૂણ મોત નીપજયું હતું. તો, પડઘરીમાં પણ વૃક્ષ ધરાશયી થતાં એક વૃધ્ધા મોતને ભેટી હતી. આ જ પ્રકારે
વાંકાનેરના તીથવા ગામે વીજળી પડતાં એક યુવકનું કરૂણ મોત નીપજયું હતું. તો, વિજાપુરના માલોસણા ગામે પણ વીજળી પડવાના બનાવમાં એક
 વ્યકિતના મોતના સમાચાર છે. મહેસાણામાં પણ એક વ્યકિતના મોતની ઘટના સામે આવી હતી, આમ કમોસમી વરસાદના માહોલ વચ્ચે રાજયભરમાં કુલ સાત વ્યકિતઓના મોત નોંધાયા હતા.
ડીસા શહેરમાં આજે બપોરે અચાનક હવામાનમાં પલ્ટો આવ્યો હતો અને વાદળછાયા વાતાવરણ વચ્ચે જારદાર પ્રચંડ વાવાઝોડા સાથે પવન ફુંકાવાની શરૂઆત થઇ હતી. જાતજાતામાં તો પ્રચંડ વાવાઝોડા સાથે કરા પડયા હતા. શહેરભરમાં પડેલા વરસાદને લઇ સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.   કાંકરેજ, દિયોદર, વડગામ, ધાનેરા અને વાવ તાલુકામાં ગાજવીજ અને પવન સાથે વરસાદ તથા કરા પડયા હતા. માત્ર એટલું જ નહીં, મોટા મોટા કરા પડતા છતના
પતરા પણ તૂટી ગયા હતા. જ્યારે પાકિસ્તાનની સરહદે આવેલા સુઈગામથી લઈ
પાલનપુર અને ભાભરમાં પણ વરસાદ નોંધાયો હતો. આ સિવાય પાટણ જિલ્લાના અનેક વિસ્તારોમાં પણ કરા સાથે વરસાદ વરસ્યો હતો. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી  માહોલ જામતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી પરંતુ બીજીબાજુ, કેરી સહિતના પાકના નુકસાનની દહેશતને લઇ ખેડૂતો ચિંતામાં સરી પડયા હતા. કમોસમી વરસાદથી ઉનાળું પાક તલ, બાજરીને નુકસાન થયું છે તેમજ જૂનાગઢ અને ગીર પંથકમાં કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.  બરફના કરાથી પાકને મોટાપાયે નુકસાન થયું છે. આ ઉપરાંત ઘણી બધી જગ્યાએ રોડ પર વાવાઝોડુ
ફૂંકાતા મોટા ઝાડ પડવાના
બનાવો બન્યા હતા.  ઝાડ પડતા  ટ્રાફિકજામ સર્જાયો હતો. એક કલાક સુધી વાહનની અવરજવપર બંધ રહી હતી.
 જે વિસ્તારોમાં ભારે વરસાદ પડયો ત્યાં લોકો પણ વરસાદ મોજ માણવા બહાર નીકળી ગયા હતા. આગામી બે દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા ૧૫ થી ૧૭મી સુધી  માવઠાની આગાહી કરાઈ છે.

Download Our B K News Today App



Related News