ફરી બનાસકાંઠા જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-08 11:09:00
  • Views : 568
  • Modified Date : 2020-06-08 11:09:00

બનાસકાંઠામાં ફરી એકવાર વાવાઝોડા સાથે થયેલા વરસાદે ભારે નુકસાન વેર્યુ છે. જેમાં
શનિવારે મોડી રાત્રે સરહદી વિસ્તાર સહિત સમગ્ર જિલ્લામાં વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદને કારણે થયેલા નુકસાનથી લોકો ત્રાહિમામ
પોકારી ઉઠયા છે.
નિસર્ગ વાવાઝોડાની અસરથી બનાસકાંઠા જિલ્લો
પણ બાકાત રહી શકયો નથી. છેલ્લા એક અઠવાડિયાથી બનાસકાંઠા જિલ્લામાં પણ વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે. રોજ સવારે વાદળછાયા વાતાવરણની સાથે મોડી સાંજે આંધી તોફાન સાથે કમોસમી વરસાદ પડે છે. છેલ્લાં એક અઠવાડિયામાં જ ત્રણ વખત વરસાદ થતાં અનેક જગ્યાએ નુકસાન થયું છે. ગત મોડી રાત્રે પણ થરાદ, વાવ,
પાલનપુર કાંકરેજ, દિયોદર અને ડીસા સહિત તાલુકાઓમાં દોઢબથી બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં અને ખેતરોમાં  પાણી ભરાઇ ગયા છે. વારંવાર વરસાદ થતા કારણે ખેડૂતો પણ ત્રસ્ત બની ગયા છે. એક જ અઠવાડિયામાં સતત ત્રણ વાર વરસાદ થતાં અને તે પણ ભારે વાવાઝોડા સાથે ત્રાટકતા અનેક ઘરોના પતરા ઉડી ગયા છે અનેક ખેતરોમાં
પાણી ભરાઈ ગયા છે જેના કારણે લોકોના જાનમાલને ભારે નુકશાન થઇ રહ્યું છે.
આ બાબતે ભીલડીના રાજેશભાઈ પંચાલે જણાવ્યું હતું કે  રાત્રે જોરદાર વાવઝોડુ આવતા ઘરના પતરા ઉડી ગયા હતા.  ૫ લાખનું નુકસાન થવા પામ્યું છે. આ ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાયું છે જેથી ખેડૂતોનો બાજરીનો પાક નાશ પામ્યો છે. જ્યારે અસરગ્રસ્ત મનુભાઈએ જણાવ્યું હતું કે  સાંજે વરસાદ આવ્યો હતો. આથી ઘરના પતરા ઉડી જતા મોટુ નુકસાન થયું છે.
ભારે વાવાઝોડા અને તીવ્ર ગતિએ પવન ફૂંકાતા અનેક ઘર અને ઝુંપડાઓના પતરા ઉડી ગયા છે. તો કેટલી જગ્યાએ વર્ષોથી ઉભેલા લીલાછમ અને અડીખમ વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા છે. ખાસ કરીને ઉનાળામાં બાજરીનું વાવેતર કરેલા ખેડૂતોને આ વરસાદના કારણે ભારે નુકસાન થયું છે. કારણકે લોકડાઉનના કારણે મજૂરો મળી શક્યા નથી અને હવે જ્યારે બાજરીનો પાક તૈયાર થઇ ગયો હતો ત્યારે જેમ તેમ કરીને પોતાના પરિવાર સાથે બાજરી ને લણી રહ્યા હતા.
પરંતુ તે દરમિયાન જ વરસાદે બાજરીના છોડ ને જમીનદોસ્ત કરી દેતા અનેક ખેડૂતો
પાયમાલ બન્યા છે

Download Our B K News Today App



Related News