વાયુ વાવાઝોડુ ૧૭-૧૮મીએ કચ્છને હિટ કરે તેવા એંધાણો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-16 11:18:34
  • Views : 533
  • Modified Date : 2019-06-16 11:56:48

વાયુ વાવાઝોડાનો ખતરો સૌરાષ્ટ્ર પરથી ટળી ગયો છે પરંતુ વાયુ વાવાઝોડુ કચ્છને ૧૭ અથવા તો ૧૮મીએ હિટ કરી શકે છે. આનો મતલબ એ થયો કે, વાયુ વાવાઝોડાની અસર હજુ પણ રહેશે અને ભારેથી અતિ ભારે વરસાદ થશે. આસપાસના વિસ્તારોમાં તીવ્ર પવન ફુંકાશે. હવામાન વિભાગના કહેવા મુજબ વાયુ વાવાઝોડુ હાલમાં દરિયામાં Âસ્થર છે. આ સિસ્ટમ હવે આગળ વધશે. આગામી ૨૪ કલાક દરમિયાન નબળી પડીને આગળ વધશે. ૧૭મી જૂનના દિવસે અથવા તો ૧૮મીએ કચ્છે હિટ કરી શકે છે. વાવાઝોડું હજુ પણ પોરબંદરથી ૨૦૦ કિલોમીટર દૂર દરિયામાં સ્થિર થયું છે. હવામાન વિભાગના મતે, ૪૮ કલાક જેટલો સમય દરિયામાં ઘુમરાયા બાદ વાયુ જામનગર નજીક વાડીનાર અને કચ્છ તરફ ધીમીગતિએ આગળ વધશે અને તા.૧૭મી જૂનની રાત્રિ બાદ જમીન પર આવશે. આ સમયે અંદાજે ૫૦થી ૭૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. વાયુની અસર સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા વિસ્તારોને પણ થશે અને આગામી ચાર દિવસ સુધી આ વિસ્તારોમાં વરસાદ માહોલ છવાશે. બીજીબાજુ, વાયુ વાવાઝોડાની કચ્છ તરફની ગતિને લઇ રાજય સરકાર અને તંત્ર હજુ એલર્ટ પર છે અને કોઇપણ પરિÂસ્થતિને પહોંચી વળવા તમામ તૈયારીઓ કરી રખાઇ છે. વાયુ વાવાઝોડાની અસરના ભાગરૂપે આજે પણ સૌરાષ્ટ્ર અને રાજયના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જાવા મળ્યો હતો તો, પોરબંદરના દરિયા સહિતના દરિયામાં આજે પણ કરંટ જોવા મળ્યો હતો. હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, વાયુ વાવાઝોડાની તીવ્રતા ઓછી થઈ ગઈ છે. હાલ ૫૦ નોટ એટલે કે ૮૦થી ૯૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ વાયુનું જોર ઓછું થતું જશે. તા.૧૭ જૂનની રાત સુધીમાં કચ્છની ખાડી પાસેથી પસાર થશે અને આગળ જઈને વિખેરાઈ જશે. ત્રણ દિવસ પહેલાં 



Download Our B K News Today App



Related News