વાવાઝોડાથી બચવા બનાસકાંઠા જિલ્લામાં સાવચેતીના પગલાં ભરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-13 11:37:34
  • Views : 877
  • Modified Date : 2019-06-13 11:37:34

બનાસકાંઠા જિલ્લામાં વાવાઝોડાની આગાહીને પગલે વહિવટી તંત્ર સજ્જ થયું છે. જ્યાં જિલ્લા મથક પાલનપુરમાં  મોટા હોર્ડિંગ્સ ઉતારવામાં આવ્યા હતા. આ ઉપરાંત ડિઝાસ્ટર વિભાગ દ્વારા તમામ પ્રકારની સ્થિતિને પહાંચી વળવા માટે પુરતી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.સૌરાષ્ટ્ર- કચ્છમાં દસ્તક દેનાર વાવાઝોડાની અસર બનાસકાંઠા જિલ્લામાં પણ થનારી છે. જેના પગલે બુધવારે જિલ્લાના વાતાવરણમાં પલટો નોંધાયો હતો. સમગ્ર દિવસ આકાશ વાદળોથી આચ્છાદિત રહ્યું હતુ. જોકે, ભારે બફારાથી લોકો અકળાયા હતા. બીજી તરફ વાવાઝોડાની આગાહીમાં તેજ ગતિથીપવન ફૂંકાવાની અને વરસાદી ઝાપટા પડવાની સંભાવના હોઇ વહિવટીતંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે પગલાં ભરવામાં આવ્યા હતા. જ્યાં પાલનપુરમાં રોડ ઉપર ઉભા કરાયેલા ભારેખમ હોર્ડિંગ દૂર કરવામાં આવ્યા હતા.


Download Our B K News Today App



Related News