લાખણી તાલુકામાં વાવાઝોડાના કારણે ગોડાઉન અને મકાનોને મોટું નુકસાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-14 18:09:35
  • Views : 705
  • Modified Date : 2020-06-14 18:09:35

બનાસકાંઠા જિલ્લામા ગરમીના બફાટ બાદ સાંજના સમયે વાતાવરણમા પલટો આવતા મોટાભાગના વિસ્તારોમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.ત્યારે લાખણીમાં વરસાદ અને ભારે વાવાઝોડાના કારણે મહાદેવપુરા સોસાયટીમાં આવેલ માલ ગોડાઉન ના પતરા ઉડી ને રહેણાંક મકાન ઉપર પડતા મકાન નો ભુક્કો બોલી ગયો હતો, જોક માલનાગોડાઉનના પતરાનો શેડ મોટા પ્રમાણમાં હોવાથી બાજુમાં આવેલું રહેણાંક મકાનને 10 થી 15 લાખ રૂપિયાનું માં નુકશાન થયુ હતુમકાનમાલિક પરિવાર સાથે ખેતરમાં ગયો હોવાથી સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી, આ ઘટનાની જાણ થતા બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલે પરિવારની મુલાકાત લીધી હતી, અને તેમના મકાનને થયેલા નુકસાનને લઈ પરિવારને સરકાર તરફથી મદદ નું આશ્વાસન આપ્યું હતું

 

Download Our B K News Today App



Related News