વાવ તાલુકામાં એસ.ટી બસોની અનિયમિતતાથી વિદ્યાર્થીઓની ટ્રેકટરમાં જોખમી મુસાફરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-21 14:31:37
  • Views : 726
  • Modified Date : 2019-11-21 14:31:37

બનાસકાંઠાના વાવ તાલુકામાં એસ.ટી બસોની અનિયમિતતાને લઇ વિદ્યાર્થીઓ સહિત મુસાફરો પણ હાલાકીઓભોગવી રહ્યા છે. જેના કારણે  વિદ્યાર્થીઓને ટ્રેકટરમાં જીવના જોખમે મુસાફરી કરવી પડે  છે.આમ વાવ તાલુકાના ગામડાઓમાં એસ.ટી બસોની અનિયમિતતાને લઇ ગામડાઓના વિદ્યાર્થીઓ શાળાએ સમયસર પહોંચી શકતા નથી. એસ.ટી પાસ કઢાવેલ હોવા છતાં બસ ન આવતા ખાનગી વાહનમાં જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે. ત્યારે વાવના સરહદી છેવાડે આવેલ નાળોદર, લોદ્રાણી, રાછેણા, હરિપુરા, ટડાવ એસ.ટી બસ દિવાળીથી અનિયમિત હોઇ વિદ્યાર્થીઓ શાળાએ જવા બુધવારે સવારે રાહ જોઇ બેઠા હતા અને બસ અનિયમિત હોવાથી શાળાએ જવા ટ્રેક્ટરમાં મુસાફરી કરવાની ફરજ પડી હતી. જેને લઇ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો.

Download Our B K News Today App



Related News