વાવ તાલુકામાં પિયત કરેલ પાકનો સંપૂર્ણ નાશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-20 14:14:35
  • Views : 694
  • Modified Date : 2020-01-20 14:14:35

વાવ તાલુકાના માવસરી, કુંડાળીયા, રાધાનેસડા, ચોથાનેસડા સહિતના બોર્ડરનાં ગામડાઓમાંથી તીડનું કરોડોની સંખ્યામાં ભારત પાકિસ્તાન બોર્ડરથી આક્રમણ થતાં ખેડૂતોનો પાક સંપૂર્ણ નષ્ટ થઈ ગયો છે. તો વળી તીડને નિયંત્રણ કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર સહિત કેન્દ્ર સરકારની ત્રણ જેટલી ટીમો કામ કરી રહી છે છતાં પણ તીડ ખુબ જ મોટા પ્રમાણમાં પાકિસ્તાન સામેથી આવતાં ખેડૂતોનો પર કુદરત જાણે ક્રૂર બન્યો હોય તેમ કુદરતી આફત સામે ખેડૂત લાચાર છે. તો રાજ્યની સરકાર જાણે પાણીમાં બેઠી હોય તેમ હેલિકોપ્ટરથી રણમાં દવાનો છંટકાવ કરવામાં ઉદાસીનતા દાખવી રહી છે.સરકાર દ્વારા સત્વરે તીડના આતંકને નાથવામાં તો વળી છેલ્લાં કેટલાંક સમયથી તીડનો આતંક યથાવત રહેતાં વાવ તાલુકાની ૧.૫૦ લાખ હેક્ટર જમીન પર પિયત કરેલ જીરૂ, રાયડું, ઈસબગુલ, એરંડા, ઘઉં, દાડમ સહિતનો પાક સંપૂર્ણ નાશ થઈ જવા પામ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા વિવિધ તીડને નિયંત્રણમાં લેવા માટે દવાનો છંટકાવ કરવાની કામગીરીઓ કરી ચાલી રહી છે.મળતી માહિતી મુજબ વાવ તાલુકામાં રવિવારે બપોરે પુનઃ તીડ ત્રાટકતાં ખેડૂતો ભયભીત 


Download Our B K News Today App



Related News