પીવાના બુંદ-બુંદ પાણી માટે તરસતું વાવનું ચોથાનેસડા ગામ : ભર ઉનાળે પીવાનું પાણી ન મળતા લોકો કરી રહ્યા છે રઝળપાટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-22 11:14:33
  • Views : 241
  • Modified Date : 2021-05-22 11:14:33

     બનાસકાંઠા સરહદી બોડર પર આવેલ વાવ તાલુકાના ચોથાનેસડા ગામે બુંદ બુંદ પાણી માટે મહિલાઓ તેમજ નાના ભૂલકો વલખા મારી રહ્યા છે છેલ્લા કેટલાય સમય થી રેગ્યુલર પીવાનું પાણી ના મળતા લોકો માં તંત્ર સામે રોસ ઠાલવી રહ્યા છે દર ઉનાળે પીવાના પાણી ના ધાધીયા જોવા મળતા હોય છે જોકે તંત્ર દ્વારા પાણી ના ટેન્કર અપાય છે પરંતુ કોરોના ની મહામારી  વચ્ચે સરકાર ની કોરોના ની ગાઇડ લાઇન ના ધજીયા ઉડતા જોવા મળે છે જોત જોતા માં પાણી માટે પડાપડી કરી લોકો પાણી માટે બેડાયુદ્ધ કરીને પણ પડાપડી કરી ને પણ પાણી ભરી રહ્યા છે જોકે  એક તરફ કોરોના ની કહેર વચ્ચે પીવાના પાણી માટે લોકો વલખા મારે છે તંત્ર દ્વારા પાણી નું મોકલેલું ટેન્કર  માથી પીવાનું પાણી લેવા લોકો પોતાના જીવના જોખમે ભરી રહ્યા છે પાણી. કોરોના માં સરકાર સાચવેતી ના ભાગ રૂપે કોરોના ગાઇડ લાઇન બનાવી છે પરંતુ પાણી માટે લોકો મજબૂર બની ગયા છે સરકાર ના જાહેર નામા નો ભંગ કરવો નથી  પરંતુ મજબૂરી કરાવે છે .લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ટેન્કર દ્વારા પાણી મોકલવા માં આવે છે  ટેન્કર નહીં લાઇન દ્વારા પાણી અપાય એજ સૌનું હીત છે.

     ચોથાનેસડા ગામના નાગરિકે જણાવ્યું હતું કે નાના ભૂલકાઓ ટેન્કર પર પાણી ભરવા આવે છે એમા પાણી ભરતા પડી પણ જવાય છે જવાબદાર તંત્ર ની નિષ્ફળતા નીવડે છે છેલ્લા 20 વરસથી ચોથાનેસડા ગામે પાણી ની સમસ્યા છે પણ આજ દીન સુધી પાણી નો પર્સન સોલ નથી થયો ચોથનેસડા ગામના લોકો દર ઉનાળે પાણી માટે હેરાન થાય છે છતાં ચોથાનેસડા ગામની કોઈ અધિકારી કે સ્થાનિક ધારાસભ્ય ગામની મુલાકાત લેતા નથી  આવનારા સમયમાં ચોથનેસડા ગામે પાણી નો પર્સન સોલ નહિ થાય તો કોઈ નેતા અમારા ગામમાં ભીખ માંગવા આવતા નહીં તેવી ચીમકી આપી હતી વધુમાં જણાવ્યું હતું કે અમારે ભિખારીઓ ની જરૂર નથી અમને સ્થાધીશો ની જરૂર છે.સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચી લોકોને પીવા માટે પાણીની પાઇપ લાઈનો નાખવામાં આવી છે ત્યારે આ પાઇપ લાઈનો માંથી રાજકીય આગેવાનો તેમજ તેમના સંબંધીઓ દ્વારા પાઇપ લાઈનમાં ગેરકાયદેસર કનેકશન કરી ચોરી કરતા હોવા છતાં તંત્ર દ્વારા લાચાર ગરીબો વિરુદ્ધ કાયદેસર ના પગલાં ભરી રાજકીય આગેવાનોને છાવરતા હોવાના આક્ષેપો ઉઢવા પામ્યા હતા તેમજ પાઇપ લાઈન મારફતે પાણી પોહચડવામાં નિસફળ નિવડેલા તંત્રે ટેન્કર મારફતે પાણી પોહચાડવાની ફરજ પડતા ઉનાળા ની કાળજાળ ગરમીમાં બુંદ બુંદ પાણી મેળવવા ટેન્કર આવતાની સાથે મહિલાઓ બાળકો તેમજ વુર્ધો દોડ મૂકે છે અને પાણી મેળવવા પડાપડી કરી રહયા છે ત્યારે પાણી ભરતી મહિલાઓને નતો તેમના કપડાઓનું ભાન હોય છે નતો કોરોનાની બીક હોય છે મહાકાલ કોરોના સામે અંધ બની લોકો આજે જીવના જોખમે પાણી મેળવવા મજબૂર બન્યા છે ત્યારે ગતિશીલ ડિજિટલ તેમજ વાઈબ્રેટ ગુજરાતની વાતો કરતી રાજ્ય સરકાર પાણીની સમસ્યા હલ કરશે ખરા. તેવા સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે.

Download Our B K News Today App



Related News