વાવની કુંડાળીયા પ્રા.શાળામાં ઈન્ડિયન એરફોર્સના જવાનોનો સન્માન સમારોહ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-07 08:50:59
  • Views : 502
  • Modified Date : 2019-04-07 08:50:59

ધો.૮ના વિદ્યાર્થીઓનો દિક્ષાંત સમારોહ યોજાયો

સરહદી વાવ તાલુકાની કુંડાળીયા પ્રા.શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓના વિદાય સમારંભ નિમિત્તે બોર્ડર વિસ્તારનું ગૌરવ અને દેશની શાન એવાં ઈન્ડિયન એરફોર્સના જવાનોનો સન્માન સમારોહ યોજાયો હતો. તેમનું શાલ ઓઢાડીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તો વળી તાજેતરમાં જ સર્જીકલ સ્ટાઈકમાં તેમને સમગ્ર સરહદી વિસ્તારની સુરક્ષાની પ્રતિતિ કરાવી છે. તો વળી કાળઝાળ ગરમીમાં પણ તેઓ રાતદિવસ દેશની સેવા કરી રહ્યાં છે ત્યારે તેમની અહીંથી ડ્‌યુટી પુરી થવાથી સમગ્ર કુંડાળીયા ગ્રામજનો દ્વારા સ્વાગત કર્યુ હતુ અને રોકડ પુરસ્કાર તેમજ ભેટ સોગાદ આપવામાં આવી હતી.સરહદી વિસ્તારને જોડતી પાલનપુર રાધાનેસડા બસના ડ્રાઈવર અને કંન્ડકટરનો વર્ષોથી આ રૂટ પર બસ ચલાવી વયમર્યાદાને કારણે નિવૃત થતાં તેમનું પણ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કુંડાળીયા ગામના સરપંચ, શાળાનાં આચાર્ય, તિથિ ભોજનના દાતા વર્ધીસિંહ
રાજપૂત, ઈશ્વરસિંહ રાજપૂત સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થી ભાઈ-બહેનો
ઉપસ્થિત રહ્યાં હતાં.


Download Our B K News Today App



Related News