દલિત સંગઠન વાવ એકમ દ્રારા આજે અનાજની સાથે અન્ય ચીજવસ્તુઓની કીટનું વિતરણ કરવામાં આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-03 18:34:26
  • Views : 567
  • Modified Date : 2020-04-03 18:34:26

સરહદી વિસ્તાર માં દેવદૂત

સરહદી વિસ્તાર એવા વાવ તાલુકાના અનેક ગામોમાં વિચારતી જાતિના અનેક સમૂહો અનાજના એક એક દાણા માટે વલખાં મારતા હતા ત્યારે આજે  દલિત સંગઠન વાવ એકમ દ્રારા આજે અનાજની સાથે અન્ય ચીજવસ્તુઓની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું

 સરહદી વિસ્તાર એવા વાવ તાલુકાના અનેક ગામોમાં વિચારતી જાતિના અનેક સમૂહો ,વિધવા મહિલાઓની સાથે વાલ્મિકી સમાજ અનાજના એક એક દાણા માટે વલખાં મારતો હતો ત્યારે બીકે ન્યૂઝ ટુડેના અહેવાલના કારણે વાવના અનેક ગામડામાં દલિત સંગઠન વાવ એકમ દ્રારા આજે અનાજની સાથે અન્ય ચીજવસ્તુઓની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનાથી જરૂરિયાતમંદ લોકોના ચહેરા પર ખુશીથી છલકાઈ ગયા હતા. વધુ માં વાત કરવામાં આવે તો આ ઘણા લોકોને રેશનકાર્ડ પણ નથી પરિણામે સરકારી યોજના થકી પણ કોઈ લાભ મળવાની શક્યતા નહોતી.અને મોટી મોટી સેવાની વાતો કરતા N G O કે સંગઠન આ લોકો સુધી પહોંચ્યું નહોતું કે જેને સેવા આપવાની જવાબદારી છે એવા અધિકારીઓ કે પોતાને જનતાના સેવક ગણાવતા નેતાઓ પણ આવા પરિવાર પર કોઈ ધ્યાન ન આપતા છેલ્લા બાર કરતા વધુ દિવસોથી આ પરિવારની હાલત કફોડી બની જવા પામી હતી પણ બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન વાવના હોદ્દેદારોએ આ લોકો સુધી પહોંચી માનવ સેવાનું સાચું ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને જેને લાભ મળ્યોએ લોકોએ આ સંગઠનને દેવદૂત સમજ્યું હતું . આમ, ખરેખર જરૂરિયાત છે એવા લોકોને તત્કાલ અનાજની સાથે જરૂરિયાત મુજબ ચીજવસ્તુઓ મળી રહે એ હાલના સમય અને લોકોની માંગ છે...


Download Our B K News Today App



Related News