વાવ પંથકની ગોલ ગામની કેનાલમાં પાણી ન છોડતા ખેડૂતોમાં આક્રોશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-28 17:13:13
  • Views : 629
  • Modified Date : 2019-11-28 17:13:13


સરહદી વાવ પંથકમાં નર્મદા વિભાગ દ્વારા પાણી ના છોડવાથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. પાણી ન છોડવામાં અધિકારીઓની ઢીલી નીતિથી ફરી ખેડૂતોને મસમોટું નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.. વાવ તાલુકાના ગોલગામમાં બનાવેલી કેનાલોની સાફ-સફાઈમાં નમદા વિભાગની બેદરકારી બહાર આવતાં ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠયો છે અને કેનાલોમાં પાણી છોડવાની વારંવાર માંગ કરવા છતાં પણ પાણી છોડવામાં આવતું નથી. જોકે ગોલગામના ખેડૂતોએ મિડિયા સમક્ષ જણાવ્યું હતું કે જીરાનું વાવેતર કર્યું હતું પણ આજ દિન સુધી પાણી ના આવતા ખેડૂતોને ભારે નુકસાન થાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. નર્મદા વિભાગ અવાર-નવાર બહાનું બનાવી ખેડૂતોને મૂર્ખ બનાવી રહ્યા છે જોકે ચાલુ ચોમાસે વધારે પ્રમાણમાં વરસાદ અને કરાના લીધે ચોમાસુ નિષ્ફળ જતા રવી સીઝનમાં છેવાડાના ગામડાઓને નર્મદા કેનાલનું પાણી પુરતું મળતું નથી કેનાલોમાં પાણી છોડવા છતાં છેવાડાના ગામડાઓમાં હજુ પાણી મળ્યું નથી 

Download Our B K News Today App



Related News