વાવ પંથકમાં ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ ઘડાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-19 18:07:57
  • Views : 2457
  • Modified Date : 2020-01-19 18:07:57

ઢીમા

વાવ તાલુકામાં બે દિવસથી ૧૫ થી ૨૦ કિલોમીટરના વિસ્તારમાં તીડનું ઝુંડ આવી પહોંચતા હજારો એકર જમીનમાં મોંઘા ભાવના બિયારણ, ખાતર અને ટ્રેક્ટરનો ખર્ચ કરીને  પાક મોટો કર્યો હતો. તે નષ્ટ પામ્યો હતો.તો વળી કુદરત પણ ખેડૂતો પર કોપાયમાન થયો હોય તેમ વાવ તાલુકામાં પાંચમી વખત તીડનો આતંક રહેતાં બચી ગયેલ પાકનો સફાયો થઈ જવા પામ્યો છે. ત્યારે બે દિવસ અગાઉ આવેલ નડાબેટ ઝીરો પોઈન્ટ બોર્ડર પર તીડનો નાશ નહિ કરવામાં આવતા કરોડોની સંખ્યામાં તીડ આવતા ખેડૂતોનો પાક નષ્ટ થઈ ગયો છે. તીડોએ પિયત કરેલ ખેતીવાડીનો સંપૂર્ણ નાશ કર્યો છે.વાવ તાલુકામાં તીડ પ્રવેશે નહિ તે માટે મંગળવારે નડાબેટ નજીક જીરો પોઈન્ટ બોર્ડર પર તીડના કરોડોની સંખ્યામાં ઝુંડ આવ્યા હતા. ત્યારે કેન્દ્ર સરકારની બે ટીમો તૈનાત કરવામાં આવી હતી.જોકે પાકિસ્તાન તરફ તીડ પવનની દિશા બદલાતા જતા રહ્યા ત્યારે શુક્રવારે બપોરે મોટી સંખ્યામાં વાવ તાલુકામાં તીડના આતંકથી રણની કાંધીએ આવેલ વાવ તાલુકાના માવસરી, કુંડાળીયા, અસારા, રાધાનેસડા, ચોથાનેસડા, ગામડી, કારેલી, જેવા ગામડાઓમાં જીરૂ, એરંડા, ઈસબગુલ, રાયડું, દાડમ, ઘઉં, સહિતનો સંંપૂર્ણ પાક નષ્ટ થઈ જવા પામ્યો છે. સરકાર દ્વારા સત્વરે સર્વે કરી સહાય ચૂકવાય તેવી ખેડૂતોએ માંગણી કરી છે. શનિવારે વહેલી સવારે તીડને કંટ્રોલ કરવા અધિકારીઓની ટીમ, સહિત વાવ તાલુકા પંચાયતના પ્રમુખ કાનજીભાઈ રાજપૂત, પ્રકાશભાઈ વ્યાસ સહિત આગેવાનોએ તીડના આતંકનો નાશ કરવાની કામગીરીમાં ખેડૂતોની સાથે રહ્યા હતા.


Download Our B K News Today App



Related News