વાયુમંડલ અને વાતાવરણને સુધારવા માટે યજ્ઞની જરૂર છે ગાયત્રી પરિવાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-29 11:44:16
  • Views : 466
  • Modified Date : 2019-04-29 11:44:16

માલગઢ ગાયત્રી સંસ્કાર કેન્દ્રનો દ્વિતીય પાટોત્સવ ગત તારીખ ૨૭ અને ૨૮ એપ્રિલના રોજ યોજાયો હતો. જેમાં ભવ્ય શોભાયાત્રાની સાથે  ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાયો હતો.
ગાયત્રી સંસ્કાર કેન્દ્ર માલગઢનું લોકાર્પણ બે વર્ષ અગાઉ દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયના પ્રતિ કુલપતિ ડો.ચિન્મય પંડયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારથી દર વર્ષે પાટોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેને લઇ ગત તારીખ ૨૭ એપ્રિલના રોજ સાંજે ભૈરવ ટેકરી માલગઢથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરતા  ગાયત્રી પરિવારના વરિષ્ઠ પરિજનો દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંજે ગાયત્રી સંસ્કાર કેન્દ્ર માલગઢ ખાતે દીપયજ્ઞ  યોજાયો હતો. બીજા દિવસે વહેલી સવારે ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ આયોજન કરાયું હતું. પંચવર્ષિય ગુરૂદક્ષિણા કાર્યક્રમ અંતર્ગત ડીસા તાલુકાના ૨૪ ગામમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. જે તમામ ૨૪ ગામોના લોકોએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને ૨૪ કુંડી મહાયજ્ઞમાં
આહુતિ અર્પણ કરી હતી.
સાથે-સાથે શ્રદ્ધા અને પ્રખર પ્રજ્ઞાનું તથા ગુરૂ ચરણપાદુકાનું વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું. શાંતિકુંજ હરિદ્વારના પ્રતિનિધિ તરીકે કિરણભાઈ
પટેલ અને દિનેશભાઈ વ્યાસ ખાસ ઉપસ્થિત રહી સંપૂર્ણ વિધિ-વિધાન સાથે ૨૪ કુંડી મહાયજ્ઞ કરાયો હતો. આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા ગાયત્રી પરિવારના તમામ શાખાઓના પરિવારજન  ભાઈ-બહેનોએ પણ હાજરી  આપી હતી. આ બાબતે ગાયત્રી પરિવારના દિનેશભાઈ વ્યાસ જણાવ્યું હતું કે વાયુમંડળ અને વાતાવરણમાં સુધારવા માટે યજ્ઞની જરૂર છે. જેને લઇ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા આગામી તારીખ બીજી જૂનના રોજ સમગ્ર ભારત વર્ષમાં બે લાખ ૪૦ હજાર ઘરોમાં એકીસાથે એક જ સમયે ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમને સફળ બનાવવા માટે ગાયત્રી પરિવાર માલગઢ  તમામ ભાઈઓએ જહેમત ઉઠાવી હતી.

Download Our B K News Today App



Related News